Nitin Patelનું મોટું નિવેદન, દારૂબંધી હટાવાથી સરકારને હજારો કરોડની આવક થાય પણ…

By: Nation Gujarat Team
24 Aug, 2026

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહપરિવાર ગીર સોમનાથ પહોંચ્યા હતા અને સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવ્યું હતું. આ દરમિયાન તેમણે રાજ્યમાં સારો વરસાદ થાય અને લોકોનું જીવન સુખમય બને તે માટે મહાદેવને પ્રાર્થના કરી હતી. સોમનાથના સાનિધ્યમાં નીતિન પટેલે રાજ્યના વિવિધ મુદ્દાઓ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

કાયદો અને વ્યવસ્થા મજબૂત રહેવામાં દારૂબંધીની પણ મહત્વની ભૂમિકા

ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે નીતિન પટેલે સૂચક નિવેદન આપતાં કહ્યું કે, જો દારૂબંધી હટાવવામાં આવે તો રાજ્ય સરકારને હજારો કરોડ રૂપિયાની આવક થઈ શકે છે. પરંતુ ગુજરાતમાં કાયદો વ્યવસ્થા દારૂબંધી ને કારણે જ મજબૂત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રહેવામાં દારૂબંધીની પણ મહત્વની ભૂમિકા છે. તેમના મતે રાજ્યના મોટાભાગના લોકો પણ દારૂબંધીના સમર્થનમાં છે.

રાજ્યમાં દારૂબંધી માત્ર આવકનો પ્રશ્ન નથી

દારૂબંધી હટાવવા અંગેના શંકરસિંહ વાઘેલાના નિવેદન પર નીતિન પટેલે તેને તેમનો વ્યક્તિગત અભિપ્રાય ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં દારૂબંધી માત્ર આવકનો પ્રશ્ન નથી, પરંતુ તેની સામાજિક અને કાયદો-વ્યવસ્થા સાથે પણ સીધી અસર જોડાયેલી છે.


Related Posts

Load more