રાજકોટ – નિકિતા પ્રજાપિત નામની યુવતીએ પતિના અફેર અને સાસરિયાના ત્રાસથી કર્યો આપઘાત

By: Nation Gujarat Team
18 May, 2026

આજના સમયમાં રૂપિયા સાથે સાથે સંસ્કાર પણ ખૂબ મહત્વના છે, સંસ્કારનું સિચન ન હોય ત્યારે પરિવાર મોટી મુશ્કેલીમાં મુકાય છે, પ્રેમ સબંધ લગ્નના પછી જ્યારે રાખવામાં આવે છે ત્યારે તેનો કરૂણ અંજામ આવે છે અને આની પિડા બંને પરિવારને ભોગવવી પડે છે આવા અનેક દાખલા આપણે જોયા છે ત્યારે વધુ એક કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે.   રાજકોટમાં મેંગો માર્કેટ પાસે આવેલ ખોડલઘામ સોસાયટીમાંથી એક કાળજુ કંપાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. 24 વર્ષની યુવતી નિકિતા પ્રજાપતિએ ગત 14 તારીખના રોજ સાસરિયાના માનસિક ત્રાસ અને પતિના અન્ય સ્ત્રી સાથેના ગેરકાયદેસર સબંધથી કંટાળીને આત્મહત્યા કરીને જીવન ટુકાવતા પ્રજાપિત પરિવારમાં શોક છવાયો છે. મૃતક યુવતિના પિયર પક્ષ દ્વારા રાજકોટ પોલીસ મથકે સત્તાવાર રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ વિભાગે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર કેસમાં મળતી માહિતી પ્રમાણે મૃતક નિકિતાના લગ્ન અજય પ્રજાપતિ સાથે ધામધુમથી સમાજને સાથી રાખીને થયા હતા. લગ્નના થોડા દિવસ પછી નિકિતાને જાણ થઇ કે તેના પતિને અન્ય કોઇ મહિલા સાથે પ્રેમ સબંધ છે મહિલાએ જ્યારે તેના પતિના પ્રેમ સબંધ નો વિરોધ કર્યો ત્યારે પતિ અને સાસરિયાએ તેણીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ. પતિ અને સાસરિયાના માનસિક ત્રાસને કારણે યુવતિ તેના પિયર જતી રહી હતી જો કે ત્યા પરિવારના સભ્યોએ અને પતિના ઘરના સભ્યોએ સમાઘન કર્યુ સમજાવટથી યુવતી પાછી પરત ફરી અને ફરી પતિ અને તેના ઘરના સભ્યોએ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હોવાનો આક્ષેપ યુવતિના પરિવારજનોએ કર્યો.

મહત્વની વાત તો એ છે કે જ્યારે યુવતીએ તેના પતિના અન્ય સ્ત્રી સાથેના સબંધો અને વ્યસન અંગે વાત કરી ત્યારે તેની સાસુએ તેને ઘમકાવીને કહ્યુ કે આજના આધુનિક યુગમાં વ્યવસ્ન અને અન્ય સ્ત્રી સાથેના સબંધો કોમન છે અને તેમની વહુને કોઇ ધમપછાડા ન કરવા જણાવ્યું. સાસુનુ પતિ તરફનું વલણ સાંભળીને યુવતી માનસિક રીતે પડી ભાંગી હતી. સાસરિયાના ત્રાસથી આખરે યુવતિએ જીવન ટુંકાવવાનો નિર્ણય કરી લીઘો.

નાની વયની દિકરીએ આત્મહત્યા કરી લેતા પરિવારજનો પર આભ આવી પડયુ છે. મૃતક નિકિતાના ભાઇ કેતન પ્રજાપતિએ  રાજકોટ પોલીસ સ્ટેશનમાં બહેનને મરવા મજબૂર કર્યાની ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ફરિયાદના પગલે મતૃત યુવતિનો પતિ, સાસુ મોહિનીબેન પ્રજાપતી, સસરા ભેરુભાઇ પ્રજાપતી વિરુદ્ધ દહેજ,ઉત્પીડન,ઘરેલુ હિંસા, મરવા મજબુર કર્યાનો વિવિધ ગુનાસભર કલમ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.

સંસ્કાર અને અન્ય સ્ત્રી સાથેના સબંધો હમેંશા બે પરિવારને નુકશાન પહોંચાડે છે તેના અનેક દાખલા જોયા છે તેમ છતા યુવા પેઢી  વિદેેશી પદ્ધતીનું અમલીકરણ કરે છે અને પાછળતી પસ્તાવા સિવાય કશું રહેતુ નથી અને આની પિડા સમગ્ર પરિવાર અને સમાજને ભોગવવી પડે છે.


Related Posts

Load more