શું નેપાળમાં ફરી થશે હિંસક આંદોલન?GenZ લીડર્સે કહ્યું- 100 દિવસમાં કંઈ બદલાયું નથી

By: Nation Gujarat Team
12 Dec, 2025

જ્યારે લોખંડ ગરમ હતું, ત્યારે કેપી શર્મા ઓલીને પકડીને જેલની અંદર નાખવાના હતા. તમામ બંધારણીય ફેરફારો પણ ત્યારે જ કરવાના હતા. હવે લોખંડ ઠંડું પડી ગયું, તેથી હવે આ બધું કરવાનો કોઈ રસ્તો બચ્યો નથી. યુવાનોને તો એ પણ સમજ નથી કે રાજકારણ કેવી રીતે કરવું અને ચૂંટણી કેવી રીતે લડવી.’

નેપાળના GenZ નેતા ટંકા ધામીને અફસોસ છે કે જે કંઈ વિચાર્યું હતું તે ન થઈ શક્યું. ધામી કહે છે કે નેપાળમાં સુશીલા કાર્કીની સરકારને 3 મહિના પૂરા થઈ ગયા છે. તેમની સરકારમાં એવા ઘણા સલાહકારો છે, જે મનમાની કરી રહ્યા છે. તેઓ યુવા GenZ લીડર્સની વાત પણ સાંભળી રહ્યા નથી.

નેપાળમાં જે રાજકીય વ્યવસ્થા વિરુદ્ધ GenZ પ્રોટેસ્ટ થયા અને 8 સપ્ટેમ્બરના રોજ તખ્તાપલટ થયો, હવે એ જ રાજકીય વ્યવસ્થા ફરી હાવી થઈ રહી છે. વચગાળાની સરકારને જવાબદારી સંભાળતા 3 મહિના થઈ ગયા છે, પરંતુ નેપાળમાં સામાન્ય લોકોના જીવનમાં કોઈ ફરક નથી આવ્યો. આંદોલનમાં થયેલી હિંસા પછી નુકસાનની ભરપાઈ પણ નથી થઈ શકી.

વચગાળાની સરકારનો અડધો સમય વીતી ચૂક્યો છે. ચૂંટણી માટે 5 માર્ચ 2026ની તારીખ નક્કી થઈ ગઈ છે. જોકે આ બધાની વચ્ચે GenZ ફરી સડકો પર છે. વચ્ચે-વચ્ચે હિંસા અને પ્રદર્શનની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. નેપાળમાં તખ્તાપલટ પછી 3 મહિનામાં શું બદલાયું? ભાસ્કરની ટીમે GenZ લીડર્સ, પૂર્વ રાજદ્વારી અને પોલિટિકલ એક્સપર્ટ્સ સાથે વાત કરીને સમજ્યું.

નેપાળમાં ફરી શરૂ થયા GenZ પ્રોટેસ્ટ 22 નવેમ્બરના રોજ નેપાળના બારા જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં GenZ પ્રોટેસ્ટ શરૂ થઈ ગયા. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (UML)ના મહાસચિવ શંકર પોખરેલ અને યુવા નેતા મહેશ બસનેતે કાઠમંડુથી સિમારા એરપોર્ટ માટે ઉડાન ભરી. આ નેતાઓ નેપાળની હાલની સરકાર વિરુદ્ધ રેલી કરવાના હતા.

જોકે એરપોર્ટથી આ નેતાઓ શહેર પહોંચે, તેના પહેલાં જ બારામાં લોકલ GenZ નેતાઓ અને CPN (યુએમએલ)ના નેતાઓ વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ. હાલત હિંસક થવા લાગ્યા તો પહેલાં પોલીસે આંદોલનકારીઓને રોકવા માટે બળનો ઉપયોગ કર્યો. પછી કર્ફ્યુ લગાવવો પડ્યો. આવા GenZ પ્રોટેસ્ટ હજી પણ નેપાળના અલગ-અલગ ભાગોમાં જોવા મળી રહ્યા છે.

સરકાર બદલાઈ પણ બ્યૂરોક્રેસી નહીં, તેથી બદલાવ મુશ્કેલ નેપાળમાં વચગાળાની સરકાર બનાવ્યા પછી શું બદલાયું અને શું હજી પણ બાકી છે. આ સમજવા માટે અમે GenZ લીડર ટંકા ધામી સાથે વાત કરી. નેપાળમાં GenZ પ્રોટેસ્ટ પછી ધામીને મોટા બદલાવની આશા હતી, પરંતુ હવે તેના પર પાણી ફરી વળ્યું છે.

ધામી કહે છે, ‘અમે એ માનીએ છીએ કે હાલની સરકાર કામ નથી કરી રહી કારણ કે બ્યૂરોક્રેસી એ જ છે, જે પહેલાં હતી. તેથી આ સિસ્ટમમાં જલ્દી કોઈ બદલાવ કરવામાં મુશ્કેલી આવી રહી છે. ન્યાયપાલિકા પણ જૂની છે અને ત્યાં થયેલી નિમણૂકો પણ જૂની છે. આવામાં અમારા માટે સિસ્ટમમાં બદલાવ કરવો સરળ નથી. ભૂલ એ થઈ કે અમે બદલાવ કરવામાં મોડું કરી દીધું.’

‘GenZ યુવાનોને રાજકીય સમજ નથી. જ્યારે આ સમજ નહીં હોય તો તેઓ ચૂંટણી માટે તૈયાર કેવી રીતે થશે અને પાર્ટી કેવી રીતે બનાવશે. જ્યાં સુધી નેપાળમાં સંસ્થાકીય બદલાવ નહીં થાય, ત્યાં સુધી કંઈ નહીં બદલાય. કેટલાક લોકો સરકારમાં સારી રીતે કામ કરી રહ્યા છે, પરંતુ ગૃહ મંત્રી ઓમ પ્રકાશ આર્યલ કામ નથી કરી રહ્યા. તેઓ માત્ર પદ પર બેસવાની મંશા રાખે છે.‘

તેઓ આગળ કહે છે, ‘8 સપ્ટેમ્બરના રોજ થયેલા GenZ આંદોલને નેપાળને બદલી દીધું. સુશીલા કાર્કી સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ભ્રષ્ટાચાર ખતમ કરવાનો હતો. સરકાર તેના પર કામ પણ કરી રહી છે, પરંતુ આ કામ એટલી ઝડપથી નથી થઈ રહ્યું, જેવું અમે વિચાર્યું હતું. નેપાળનું મીડિયા પ્રોપેગન્ડા ચલાવી રહ્યું છે. તે GenZ સરકારને બદનામ કરવાની કોશિશ કરી રહ્યું છે.‘

નેપાળની વચગાળાની સરકારના 3 મહિનાના કાર્યકાળમાં અત્યાર સુધી માત્ર એક ભ્રષ્ટાચારના કેસમાં કાર્યવાહી થઈ છે. તેમાં પણ કાર્યવાહીના નામે માત્ર કેસ દાખલ થયો છે. સરકારે ડિસેમ્બર 2025માં નેપાળના પૂર્વ મંત્રીઓ, અધિકારીઓ અને ચીની કંપની પર પોખરા એરપોર્ટ ભ્રષ્ટાચારના મામલામાં કેસ દાખલ કર્યો છે, જેમાં 55 લોકો વિરુદ્ધ મામલો નોંધાયો છે.

નેપાળમાં ચૂંટણી નજીક, GenZ હજી સુધી પાર્ટી ન બનાવી શક્યા

અમે નેપાળના હાલના હાલાતને લઈને રાજદ્વારી રહી ચૂકેલા એસડી મુની સાથે પણ વાત કરી. તેઓ સાઉથ એશિયાના મામલાઓને નજીકથી જોતા આવ્યા છે. મુની કહે છે, ‘નેપાળ રાજકીય દૃષ્ટિકોણથી વેરવિખેર જોવા મળી રહ્યું છે. એક તો સુશીલા કાર્કીની સરકાર બનતા જ કેટલાક રાજકીય તબક્કા તેના વિરોધમાં આવી ગયા હતા.‘

‘પહેલાં પૂર્વ PM કેપી શર્મા ઓલીની પાર્ટીના લોકો અને રાજશાહી સમર્થક જ સરકાર વિરુદ્ધ દબાણ બનાવી રહ્યા છે. સંસદ ભંગ થયા પછીથી બાકીના રાજકીય દળો પણ વિરુદ્ધ થઈ ગયા છે.’

સરકાર બની તો એવું લાગ્યું હતું કે બધા GenZ એકજૂથ છે. પછીથી અસલી GenZ નેતાઓને ધકેલી દેવામાં આવ્યા અને બાલેન શાહ, સુદાન ગુરુંગ આગળ આવી ગયા. મુની આગળ કહે છે, ‘મને લાગે છે કે નેપાળમાં ચૂંટણી નજીક છે, પરંતુ GenZ પોતાની કોઈ પાર્ટી નથી બનાવી શક્યા. તેઓ એક આંદોલન દ્વારા જેમ ઉભરીને સામે આવ્યા હતા, તેમ જ ગાયબ થઈ ગયા. વળી રાજકીય પાર્ટીઓ પણ ખુદમાં બદલાવ કરી રહી છે. માઓવાદી પાર્ટીથી લઈને કોંગ્રેસમાં નેતૃત્વ બદલવાની વાત થઈ રહી છે.‘

‘સુશીલા કાર્કી સરકારને મોટો જનસમર્થન હાંસલ હતું. જોકે જેમ તેમને PM બનાવવામાં આવ્યા, તેને લઈને સવાલો હતા. કાર્કી પાસે કોઈ વહીવટી અનુભવ નથી અને ન જ કોઈ મોટો રાજકીય જનાધાર છે. તેમ છતાં કાર્કીએ ઈમાનદારીથી જે કામ કરવું જોઈએ, તે કર્યું છે.‘


Related Posts

Load more