NEET પેપર લીક: PM મોદીની જાહેરાત પર CJPનો તીખો પ્રહાર- આ તો હાડકું ભાંગ્યું હોય ત્યાં બેન્ડ-એડ લગાવવા જેવું

By: Nation Gujarat Team
23 Jul, 2026

CJP Rejects PM Modi’s Fast-Track Court Offer: NEET પેપર લીકની ઘટના સામે દેશભરમાં ચાલી રહેલા ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પ્રતિક્રિયા આપી હતી. વડાપ્રધાને પેપર લીકના દોષિતોને ઝડપી અને સખત સજા સુનિશ્ચિત કરવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. જોકે, દિલ્હીમાં આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ‘કોકરોચ જનતા પાર્ટી’એ આ જાહેરાતને ફગાવી દીધી છે.

આ ઉપરાંત, CJP નેતા અભિજીત દીપકે વડાપ્રધાનની પોસ્ટને ક્વોટ-પોસ્ટ કરી હતી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો પર “Hi, I am nothing” લખેલું હતું. આ દ્વારા સંસ્થાએ સરકાર અને શિક્ષણ મંત્રી બંને સામે રાજકીય જવાબદારીમાંથી છટકવાનો આક્ષેપ કર્યો હતો.

‘હાડકું ભાંગ્યું હોય ત્યાં બેન્ડ-એડ મારવા જેવી વાત’: CJP પ્રવક્તા આશુતોષ રાંકાનો હુમલો

CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની જાહેરાત પેપર લીકની વારંવાર બનતી ઘટનાઓ પાછળના મૂળ કારણને ઉકેલવામાં નિષ્ફળ રહી છે.

CJPએ વડાપ્રધાનના પ્રસ્તાવને મુખ્ય મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો છે અને પોતાની પ્રાથમિક માંગણી પર અડગ રહેતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ દોહરાવી છે.

સોશિયલ મીડિયા પર પીએમ મોદીના મેસેજ સામે CJPનો પલટવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું હતું કે, સરકાર માટે યુવાનોનું ભવિષ્ય અને કલ્યાણ સૌથી વધુ મહત્વનું છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે પેપર લીકના કેસો ચલાવવા ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે અને યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારાઓને છોડવામાં નહીં આવે.

પીએમ મોદીની આ પોસ્ટ પર CJP એ તુરંત પ્રતિક્રિયા આપતાં ‘X’ પર ટૂંકો પણ આકરો મેસેજ લખ્યો:

રાંકાએ દલીલ કરી હતી કે પેપર લીક એટલા માટે નથી થઈ રહ્યા કે દેશમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટ નથી, પરંતુ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સંપૂર્ણ નિષ્ફળતા અને અક્ષમતાના કારણે થઈ રહ્યા છે.


Related Posts

Load more