લગભગ 45 વર્ષ પહેલા, ભારત અને પાકિસ્તાન ક્વેટામાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રથમ વખત સામસામે હતા. તે મહાન કપિલ દેવની પણ ડેબ્યૂ મેચ હતી. માત્ર 20 હજારની ક્ષમતાવાળા અયુબ નેશનલ સ્ટેડિયમથી શરૂ થયેલું બંને દેશો વચ્ચેનું ‘ક્રિકેટ-યુદ્ધ’ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ સુધી પહોંચી ગયું છે. વર્લ્ડ કપ 2023માં 1 લાખ 30 હજારની ક્ષમતાવાળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થોડા જ કલાકોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે.
કેવી હશે મોદી સ્ટેડિયમની પીચ?
અમદાવાદના મેદાન પર પિચ માટે 11 સ્ટ્રીપ્સ છે. પાંચ એક પ્રકારની માટીનો ઉપયોગ કરે છે જ્યારે અન્ય છ વિવિધ પ્રકારની માટીના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. અહીં રમાયેલા વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં જે પીચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે જ પ્રકારનો ટ્રેક ભારત-પાકિસ્તાન મેચમાં હશે. પ્રથમ કેટલીક ઓવરો પછી, આ પીચ પર મોટા સ્કોરની અપેક્ષા રાખી શકાય છે જે બેટ્સમેન માટે યોગ્ય છે.
આ પિચ બેટરને ફાયદો કરશે એટલે જે પણ ટીમ ટોસ જીતશે તો પહેલા બોલિગ કરવાનો જ નિર્ણય કરશે કારણકે સાંજે ડ્યુને કારણે બોલીંગ કરવામાં તકલીફ પડી શકે છે અને રન સરળતાથી બીજી ઇનીંગમાં થઇ શકે છે.
ભારત અને પાકિસ્તાન બંને ટીમના બોલર હાલ ફોર્મમાં છે બંને ટીમ તેમની પહેલી બે મેચ જીતીને આવી છે. આ મેચ એવી છે કે વિશ્વકપની ફાઇનલ કરતા પણ આ મેચ જીતવી વઘારે મહત્વની બંને દેશના ચાહકો ઇચ્છે. મેચ વચ્ચે કોઇ અણબનાવ ન થાય તે માટે પુરતી વ્યવસ્થા પોલીસ વિભાગે કરી છે. ભારત-પાકિસ્તાન મહા મુકાબલા માટે અમદાવાદમાં ચાહકોની વહેલી સવારથી જ ભીડ જામી ચૂકી છે. દર્શકો મોટી સંખ્યામાં સ્ટેડિતમ બહાર પહોંચી ગયા છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રોહિત શર્મા અને ઈશાન કિશન પાકિસ્તાન સામેની મેચમાં મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી શકે છે. રોહિત શર્મા ODI ક્રિકેટમાં પોતાની 300 સિક્સરથી 3 સિક્સર દૂર છે. ઈશાન કિશનને વનડેમાં 1000 રન પૂરા કરવા માટે વધુ 67 રનની જરૂર છે.
અમદાવાદમાં સ્ટાર સેલિબ્રિટીઓ જમાવડો જોવા મળશે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર રજનીકાંત ઉપરાંત અનેક બોલીવુડ સ્ટાર્સ હાજર રહેશે. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પણ અમદાવાદ પહોંચી ગયા છે.સ્ટેડિયમમાં આજે મેચ પહેલા જાણીતી હસ્તીઓ પરફોર્મ કરશે, જેમાં અરિજીત સિંહ, શંકર મહાદેવન જેવા મોટા નામો સામેલ છે. આ કાર્યક્રમ બપોરે 12:30 થી 1:10 સુધી ચાલશે. અમિતાભ બચ્ચન, રજનીકાંત, સચિન તેંડુલકર પણ સ્ટેડિયમમાં હાજર રહેશે.