સુરક્ષાના માર્ગે નવસારી ખાતે એક સારો પ્રોજક્ટનું લોકાર્પણ રેન્જ આઈજી પ્રેમવીરસિંગના હસ્તે કરવામાં આવ્યું

By: nationgujarat
25 Oct, 2024

ગુજરાતના નવસારી ખાતે સુરક્ષા સંદર્ભે વધુ એક મહત્વના પ્રોજેક્ટનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે. બીલીમોરા શહેરના 22 મુખ્ય સ્થળોએ 62 નાઇટ વિઝન સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનું લોકાર્પણ રેન્જ આઈજી પ્રેમવીરસિંગના હસ્તે કરવામાં આવ્યું, જેમાં દાતાઓ અને સ્થાનિક પોલીસ તંત્રના સહયોગથી શહેરને વધુ સુરક્ષિત બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે.
દાતાઓની મહાન પ્રવૃત્તિ અને સહકારથી શક્ય સુરક્ષાના કામને સફળતા પુર્વક પુર્ણ કરવામાં આવ્યું છે.

પ્રોજેક્ટ માટે યોગદાન

બીલીમોરા શહેરના આ સીસીટીવી પ્રોજેક્ટ માટે અનેક દાતાઓએ મહત્વનું યોગદાન આપ્યું છે, જેથી આ કેમેરા સ્થાપિત કરી શકાય. દાતાઓએ આ પ્રોજેક્ટમાં કરેલા યોગદાનથી બીલીમોરા શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન ઝડપભેર આગળ વધ્યું છે.નાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમા પણ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ રહે જેથી કરી ક્રાઇમને અટકાવી શકાય અને પોલીસ આરોપીઓને ઝડપી શકે તે હેતુ સીસીટીવી ની વ્યવસ્થા હવે ખૂબ જ જરૂરી થઇ છે.

અગામી યોજના: શહેરના દરેક ખૂણે નજર રાખવાની વ્યૂહરચના
આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં શહેરના 22 પોઇન્ટમાં 62 નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ આગામી સમયમાં બાકી રહેલા વિસ્તારોમાં પણ સીસીટીવી કેમેરા લગાડવાની યોજના પોલીસ તંત્ર દ્વારા ઘડવામાં આવી છે. આ કેમેરા દ્વારા પોલીસને સંભાવિત ગુનાની પ્રવૃત્તિઓ પર સાવચેતી રાખવામાં સરળતા મળશે.

સીસીટીવી કેમેરા લાભો: શહેર પર મજબૂત નજર
નાઇટ વિઝન કેમેરાથી સજ્જ આ સીસીટીવી કેમેરા ચોવીસે કલાક કામગીરીમાં રહેશે, જેનાથી દિવસ કે રાતના સમયે પણ તમામ ઘટનાઓને નોંધવામાં મદદ મળશે. આ તકનીકી સજ્જતાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં સરળતા થશે. બીલીમોરામાં આવા સીસીટીવી કેમેરાની સ્થાપનાથી સ્થાનિક લોકોએ સલામતીમાં વધારો અનુભવ્યો છે, અને દાતાઓના સહકાર સાથે પોલીસ તંત્ર શહેરને વધુ સુરક્ષિત બનાવવા સતત પ્રયાસશીલ બની રહેશે તેવી આશા છે પરંતુ લાબા ગાળા સુધી સીસીટીવીની મરમત અને જાળવણી રાખી જનતાને અને પોલીસ કર્મીઓને મદદ મળશે તે પણ જોવાનુ રહ્યુ

અહેવાલ – હિતેષ વઘેરા, નવસારી


Related Posts

Load more