મહારાષ્ટ્રમાં સર્જાઈ મોટી દુર્ઘટના: પુણેમાં “ટ્રક”ની ટક્કર થી અનેક વાહનો બન્યા “અગન ગોળો”, 8 લોકોના દાઝી જતા મોત.

By: Krunal Bhavsar
13 Nov, 2025

પુણે , નવાલે બ્રિજ ટ્રક નો અકસ્માત  : મહારાષ્ટ્રના પુણેના નવલે બ્રિજ પર ગુરુવારે (13 નવેમ્બર) એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે, જેમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના સતારા-મુંબઈ લેન પર સેલ્ફી પોઈન્ટ પાસે થઈ છે.

બે ટ્રક વચ્ચે કાર ફસાઈ, ભયાનક આગ લાગી

પોલીસના જણાવ્યા અનુસાર, બે મોટા કન્ટેનર ટ્રક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા અને તેમની વચ્ચે એક કાર ફસાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં બેઠેલા લોકો બહાર નીકળી શક્યા નહોતા. ટક્કર બાદ બંને ટ્રકોમાં તુરંત આગ લાગી ગઈ, જેના કારણે આખી કાર પણ બળીને રાખ થઈ ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ફસાયેલા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

 

રેસ્ક્યુ ઓપરેશન અને નુકસાન

દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ બચાવ અભિયાન શરૂ કરાયું છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પુણે પોલીસે જણાવ્યું કે, આ અકસ્માતમાં આશરે આઠ જેટલા વાહનો અથડાવા થી નુકશાન પામ્યા છે .

અનેક વાહનો એકબીજાને અથડાયા

ઘટનાને નજરે જોનારાઓએ અકસ્માતને ભયાનક ગણાવ્યો છે. ટક્કરના કારણે વાહનોના ફુરચા ઉડી ગયા હતા અને બ્રિજ પર લગભગ ચાર જગ્યાએ વાહનો એકબીજાને અથડાયા હતા.  પોલીસે જણાવ્યું કે, અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે. જોકે, પ્રાથમિક તપાસમાં સંકેત મળ્યો છે કે, એક ટ્રકના બ્રેક ફેઈલ થવાને કારણે આ ભયાનક દુર્ઘટના થઈ હોઈ શકે છે.

 

Maharashtra : ટ્રક ડ્રાઈવરે પણ ગુમાવ્યો જીવ

અકસ્માતને કારણે નવલે બ્રિજ પર લાંબો ટ્રાફિક જામ થયો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને તે આગળની કાર સાથે અથડાઈ હતી, જેના કારણે તે કન્ટેનર સાથે અથડાઈ હતી અને આગ લાગી હતી, જેના કારણે કાર સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી. કારમાં પાંચ લોકો સવાર હતા. ટ્રકમાં પણ આગ લાગી હતી, જેના કારણે ડ્રાઈવર બહાર નીકળી શક્યો ન હતો. તેનું પણ મોત નીપજ્યું હતું. તેની પાછળના એક પેસેન્જર વાહનમાં પણ આગ લાગી હતી, જેમાં 17-18 લોકો સવાર હતા. બધા ઘાયલ થયા હતા. ઘણી કાર અને અન્ય વાહનો પણ અથડાઈ હતી.

મુખ્યમંત્રી ફડણવીસે સહાયની જાહેરાત કરી હતી

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને મૃત્યુ પામેલા લોકોના પરિવારને ₹5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. સાંસદ સુપ્રિયા સુલેએ પણ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.


Related Posts

Load more