ખોડલધામના નરેશ પટેલના એક નિવેદનથી પાટીદારોમાં સળવળાટ થયો

By: Nation Gujarat Team
23 May, 2026

કાગવડના ખોડલધામ ખાતે દશાબ્દી મહોત્વનો પ્રારંભ કયો છે. ત્યારે દશાબ્દી મહોત્સવના રથના પ્રસ્થાન સમયે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નિવૃતિના સંકેત આપ્યા. ત્યારે તેમના આ સંકેત કઈ બાબત તરફ ઈશારા કરે છે તે તો સમય આવ્યે જ ખબર પડશે.

વર્ષ ૨૦૨૭ થી મારે આરામ કરવો છે – નરેશ પટેલ 

ખોડલધામને જાન્યુઆરી ૨૦૨૭માં દસ વર્ષ પૂર્ણ થાય છે. આ પ્રસંગે 19, 20 અને 21 જાન્યુઆરીએ દશાબ્દી મહોત્વનું આયોજન કરવામાં આવ્યું છે. આજે દશાબ્દી મહોત્સવને લઇને રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું. ત્યારે મંચ પરથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નિવૃતિના સંકેત આપ્યા. નરેશ પટેલે સંબોધનમાં કહ્યું કે, વર્ષ ૨૦૨૭ થી મારે આરામ કરવો છે. હું ઘણાં વર્ષોથી આરામ લેવાનું વિચારી રહ્યો છું. પણ કોઇ કારણોસર લઇ શકતો ન હતો. હવે મારી ટીમ સક્ષમ છે અને તેઓ સંભાળી શકે છે ત્યારે હવે આરામ લઇ શકુ છું.

આરામ… કે પછી નવી સફર 

જો કે નરેશ પટેલે એવી પણ સ્પષ્ટતા કરી કે મારો પરિવાર ખોડલધામમાં ક્યારેય મારી જગ્યા નહિ લે. આવામાં નરેશ પટેલનું આ નિવેદન કઈ બાબતો તરફ સંકેત કરે છે. આરામ કે પછી નવી સફર… તે વિશે પાટીદારોમાં ચર્ચા ઉઠી છે. તેઓએ આ મુદ્દે આગળ કહ્યું કે, 2009 થી સતત પ્રવાસ અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત હોવાથી હું 2027 માં કામ કરવાની ઈચ્છા ધરાવું છું. જોકે, મારા બાદ મારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ મારુ સ્થાન નહિ લે.

આમ, ખોડલધામના ચેરમેનના આ નિવેદથી રાજકારણમાં ચર્ચા શરૂ થઈ છે. નરેશ પટેલ અગાઉ પણ રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. તો શું ખોડલધામમાંથી નિવૃત્તિ લઈને નરેશ પટેલ રાજકારણમાં આવી શકે છે? ખોડલામાંથી આરામ એટલે શું તેનો અર્થ કાઢવાનો લોકો પ્રયાસ કરી રહ્યાં છે.


Related Posts

Load more