ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે, ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટ 295 રને જીતીને સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે, જે ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. ઓસ્ટ્રેલિયા તેના હોમ ગ્રાઉન્ડ પર આજ સુધી ક્યારેય ડે-નાઈટ ટેસ્ટ મેચ હારી નથી, તેથી એડિલેડ ટેસ્ટ ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીઓથી ભરેલી હોઈ શકે છે. જો કે વિનિંગ કોમ્બિનેશનમાં બદલાવ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ એ વાત નિશ્ચિત છે કે ટીમ ઈન્ડિયાના વિનિંગ કોમ્બિનેશનમાં બદલાવ આવશે, કારણ કે કેપ્ટન રોહિત શર્મા વાપસી કરવા જઈ રહ્યો છે. રોહિત 15 નવેમ્બરે બીજી વખત પિતા બન્યો હતો અને તેથી જ તે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો અને જસપ્રીત બુમરાહે ટીમની કમાન સંભાળી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આવી સ્થિતિમાં ભારતીય ટીમ તેને જીતવામાં કોઈ કસર છોડશે નહીં. જો ભારતને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઇનલમાં પહોંચવું હોય તો તેને ઓસ્ટ્રેલિયાને 4-0થી હરાવવું પડશે. એડિલેડ ટેસ્ટમાં કેવા ફેરફારો થઈ શકે છે અને રોહિતના પરત ફર્યા બાદ બેટિંગ ઓર્ડર કેવો હશે તેના પર સુનીલ ગાવસ્કરે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
એડિલેડ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં થયેલા ફેરફારો અંગે ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું, ‘મને લાગે છે કે પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર નિશ્ચિત છે, એક રોહિત શર્મા અને બીજું શુબમન ગિલની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી. મને લાગે છે કે બેટિંગ ક્રમમાં પણ ફેરફાર થશે. જ્યાં કેએલ રાહુલની જગ્યાએ રોહિત શર્મા ઓપનિંગ કરવા ઉતરશે અને ત્રીજા નંબરે શુભમન ગિલ આવશે. દેવદત્ત પડિકલ અને ધ્રુવ જુરેલને બહાર બેસવું પડશે. જ્યારે કેએલ રાહુલ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા ઉતરશે.
ગાવસ્કરે વધુમાં કહ્યું કે, ‘એક વધુ ફેરફાર થઈ શકે છે અને મને લાગે છે કે વોશિંગ્ટન સુંદરની જગ્યાએ રવીન્દ્ર જાડેજા પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરશે તેણે બીજા દાવમાં 77 રનનું યોગદાન આપ્યું હતું.