સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ પછી હવે મનપા સહિત સંસ્થાઓમાં હોદ્દેદારની નીયુક્તી થઇ નથી. ભાજપા પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપી દીધો છે તેમ કાર્યકર્તાઓમાં ગણગણાટ ચાલી રહ્યો છે. અમદાવાદના કાર્યકર્તાઓમાં પણ કોણ મેયર બનશે અને કોણ સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બનશે તે નામ અંગે કાર્યકર્તાઓમાં નામોની ગણગણાટ શરૂ થઇ છે. મેયર પદ માટે ત્રણ નામો આગળ ચાલી રહ્યા છે તેમાં પહેલુ નામ હિતેશ બારોટ, કમલેશ પટેલ, ઘરમસી દેસાઇનું નામ અગ્રેસર ચાલી રહ્યુ છે. આ ઉપરાંત ડે.મેયર તરીકે અંજુ શાહ, જૈમિનીબેન દવે, ક્રિમી ગાંઘીનું નામ ચર્ચાઇ રહ્યુ છે. તો પક્ષના નેતા તરીકે પરેશ પટેલ, જૈનિક વકિલનું નામ પણ ચર્ચાઇ રહ્યુ છે.
મનપાના સ્ટેન્ડિંગ કમિટીના નામો પણ ચર્ચામાં ચાલી રહ્યા છે તેમાં પરેશ લાખાણી, દેવાંગ દાણી, જૈનિક વકિલ જ્યારે દડંક પદ માટે અતુલ મિશ્રાનું નામ વધુ ચર્ચાઇ રહ્યુ છે. જો કે જાતિગણતરીના આધારે પસદંગી કરવામાં આવશે તે નક્કી છે. ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડ અને ચાણાક્ય ગણાતા અમિત શાહે આખરી ઓપ આપી દીધી છે ગમે તે ઘડીએ હવે નામો જાહેર થાય તેવી સંભાવના છે.