નિર્માતા એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સામે આવી રહેલી માહિતી મુજબ હવે મુંબઈ પોલીસ ટૂંક સમયમાં જ બંનેને નોટિસ ફટકારશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું, “અમે ટૂંક સમયમાં જ આરોપીઓને નોટિસ જારી કરીશું અને તેમને તપાસકર્તાઓ સમક્ષ હાજર થવા માટે કહીશું.”
એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર પર અલ્ટ બાલાજીની વેબ સિરીઝ ‘ગાંડી બાત’માં સગીર છોકરીઓના વાંધાજનક દ્રશ્યો ફિલ્માવવાનો આરોપ છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, બાલાજી ટેલિફિલ્મ લિમિટેડ, એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ મુંબઈના MHB પોલીસ સ્ટેશનમાં IPC, IT એક્ટની કલમ 295-A અને POCSO એક્ટની કલમ 13 અને 15 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ સાથે સીરિઝ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ છે. એક સ્થાનિક નાગરિકે MHB પોલીસ સ્ટેશન, બોરીવલી, મુંબઈમાં સિગારેટની જાહેરાતનો ઉપયોગ કરીને વેબ સિરીઝ પર મહાપુરુષો અને સંતોનું અપમાન કરવાનો આરોપ પણ લગાવ્યો છે.2020માં પણ આ સિરીઝના કારણે એકતા કપૂર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ એકતા કપૂર પર ‘ગાંડી બાત’ની એક સીઝનમાં સેના વિરુદ્ધ વાંધાજનક સામગ્રી બતાવવાનો આરોપ લાગ્યો હતો. આવી સ્થિતિમાં બિહારના બેગુસરાય જિલ્લાની એક કોર્ટે એકતા અને શોભાની ધરપકડ માટે વોરંટ જાહેર કર્યું હતું. તમને જણાવી દઈએ કે, આ મામલાની તપાસ હજુ ચાલી રહી છે.