મહત્વના સમચાર – ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલના જામિન મંજૂર

By: nationgujarat
22 Mar, 2024

મોરીબી પુલ દુર્ઘટનામા 130 થી વધુ લોકોના કરૂણ મોટ નિપજયા હતા આ કેસમા ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ અંદાજીત 400 દિવસથી જેલમા હતા તેમણે કોર્ટમા જામિન અરજી કરી હતી જેને કોર્ટે મંજૂર કરી છે. 10 આરોપીઓ માથી કોર્ટે 8 ના જામિન મંજૂર કર્યાનો અહેવાલ સુત્ર પાસેથી મળી રહ્યા છે.

મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે આરોપી જયસુખ પટેલના જામીન મંજૂર કર્યા છે. જોકે, સર્વોચ્ચ અદાલતે શરતી જામીન આપ્યા છે અને કોર્ટે જામીન માટેની શરતો નક્કી કરી છે. આમ હવે 14 મહિના બાદ જયસુખ પટેલ જેલની બહાર આવશે. અગાઉ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. 2022માં મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેમાં 135 લોકોના મોત નીપજ્યા હતા. જેના કારણે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ હચમચી ગયો હતો. આ પુલ ઓરેવા ગ્રુપ દ્વારા રિનોવેટ કરવામાં આવ્યો હતો અને તેથી આરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ આ કેસમાં મુખ્ય આરોપી છે.

30 ઓકટોબર, 2022ના રોજ મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટતા 135 લોકોના મૃત્યુ થયા હતાં. જેમાં પોલીસે 10 આરોપીઓ સામે FIR નોંધી હતી. આ 10 આરોપીઓ પૈકી મોરબી ઝૂલતાં બ્રિજનું મેનેજમેન્ટ કરનાર ઓરેવા કંપનીના 2 મેનેજર, 2 કલાર્ક, 3 સિક્યુરિટી ગાર્ડ અને બ્રિજનાં કલરકામ સાથે સંકળાયેલા 1 વ્યક્તિ એમ મળીને કુલ 8 લોકોને હાઈકોર્ટ જામીન આપી ચૂકી છે. જ્યારે મુખ્ય આરોપી જયસુખ પટેલના જામીન હાઇકોર્ટે 19 ડિસેમ્બરે ફગાવી દીધા હતા. જયસુખ પટેલ ઉપર IPCની કલમ 304, 308, 337 અને 114 વગેરે કલમ લાગેલી છે. તે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ છે. હવે તેને જામીન માટે એડવોકેટ ઇ.સી.અગ્રવાલ મારફતે અરજી કરી છે. આ જામીન અરજીનો વિરોધ પીડિત પક્ષ કરશે. જેમના એડવોકેટ નૂપુર કુમાર અને ગૌરા છે. જોકે હવે જયસુખ પટેલે ફરી સુપ્રિમ કોર્ટમાં જામીન અરજી કરી છે.


Related Posts

Load more