BIG BREAKING: ગેસ, પેટ્રોલ-ડિઝલની સંગ્રહખોરી રોકવા ભારતમાં ESMA લાગુ

By: Nation Gujarat Team
10 Mar, 2026

Government of India invokes the Essential  Commodities Act : અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરમાં ઓઈલ અને ગેસની ખોટ સર્જાઈ છે. જેની અસર ભારત પર પણ પડી રહી છે. ભારત સરકારે ગેસ સિલિન્ડર બુક કરવાનો સમયગાળો વધારીને 25 દિવસનો કર્યો છે. જે બાદ હવે આખા દેશમાં ESMA કાયદો લાગુ કરવામાં આવ્યો છે.

ઘરેલુ ગેસ, પેટ્રોલ અને ડીઝલની પુરવઠો લોકોને મળી રહે તે માટે સરકારે સમગ્ર દેશમાં પેટ્રોલિયમ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ તથા નેચરલ ગેસ માટે Essential  Commodities Act લાગુ કર્યો છે.

આ કાયદાનો અર્થ શું છે?

– પેટ્રોલ અને ગેસનો પુરવઠો કોઈ રોકી શકશે નહીં. સરકાર નક્કી કરશે કે ક્યાં અને કેટલો જથ્થો મોકલવો.

દરેક વિસ્તાર અને નાગરિકને સમાન રીતે ઈંધણ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

– જે વેપારીઓ કે એજન્સીઓ નફાખોરી કરવા માટે તેલ કે ગેસનો સ્ટોક કરશે, તેમની સામે ગુનો દાખલ થશે.

પ્રાથમિકતા ક્ષેત્ર-1 

– ઘરેલુ PNG ગેસ પુરવઠો

– પરિવહન માટેનો ગેસ- CNG

– LPG ઉત્પાદન

પ્રથમ પ્રાથમિકતા ધરાવતા લોકોને છેલ્લા છ મહિનાના સરેરાશ વપરાશના 100 જથ્થો આપવામાં આવશે.

પ્રાથમિકતા ક્ષેત્ર 2 

ખાતરના પ્લાન્ટ ( શરત: ખાતર એકમો આ ગેસનો ઉપયોગ ખાતર ઉત્પાદન સિવાય અન્ય કોઈ હેતુ માટે કરી શકશે નહીં. )

પ્રાથમિકતા ક્ષેત્ર 3 

ગેસ વિતરણ કંપનીઓએ સુનિશ્ચિત કરવું પડશે કે નેશનલ ગેસ ગ્રીડ દ્વારા ચા ઉદ્યોગ અને અન્ય ઔદ્યોગિક ગ્રાહકોને તેમના સરેરાશ વપરાશના 80 ટકા સુધી પુરવઠો પૂરો પાડવામાં આવે.


Related Posts

Load more