દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પુર્વના દેશોમાં ચાલી રહેલ યુદ્ધની સ્થિતિને પગલે જે ઓઇલની અછત સર્જાઇ છે તેને લઇ દેશવાસીઓને પેટ્રોલ અને ડિઝોલ ઓછુ વાપરવા માટે અપીલ કરી છે. આ અપીલને હજુ તો કોઇ લાંબો સમય પણ થયો નથી. ગુજરાત તો એ રાજ્ય છે કે મોદી સાહેબ કહે અને અંહીના નેતાઓ તાત્કાલીક તેનું અમલ કરી દે અને સો.મીડિયામાં પાછા પોસ્ટ પણ કરાવી દે કે અમે સૌથી પહેલા પાલન કર્યુ. પરંતુ અંહી વાત ઉલ્ટી છે. આજે રાજ્યમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઇ હતી આ બેઠકમાં મંત્રીઓ હાજરી આપવા પહોંચ્યા જેમાં 18 મંત્રી તો પોતાની ગાડી લઇને આવ્યા એટલે કે પેલી કહેવત છે ને કે શેઠની શિખામણ ઝાપા સુધી આ કહેવત આ મંત્રીઓ પર સાચી સાબિત થઇ છે. સ્પષ્ટ દેખાયું કે આ મંત્રીઓને તેમના નેતાની અપીલ કેમ યાદ ન રહી. વડાપ્રધાની અપીલની સરેઆમ અવગણના કરતા દેખાયા આ નેતાઓ.
કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી પોતે ઘટાડેલા કાફલા સાથે પહોંચ્યા તો કેબિનેટ બેઠકમાં 6 મંત્રીઓ એવા હતા કે જેમણે વડાપ્રદાન મોદીની અપીલનું પાલન કરતા નજરે પડયા.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી કૌશિક વેકરિયા સહિત બે નેતાઓ શેરીંગ કારમાં આવ્યા. જ્યારે 3 મંત્રીઓ ઇલેક્ટ્રિક કારમાં પહોંચ્યા હતા. આ પરથી સ્પષ્ટ થાય છે કે મંત્રીઓએ ફોટા પડાવવા માટે જનતાને ઉલ્ટ ચશ્મા પહેરાવવા શરૂઆતમાં કોઇ સાયકલ પર આવ્યું તો કોઇ શેરીંગ કારમાં આવ્યું પણ આજે તો નિયમના ઉલાળ્યા કરી નાખ્યા.
પીએમની અપીલ પાલન કરનારા નેતાઓમાં – ભૂપેન્દ્ર પટેસ, પ્રવિણ માળી, પ્રદ્યુમન વાંજા, સંજયસિંહ મહિડા, હર્શ સંઘવી, કૌશિક વેકરિયા નો સમાવેશ થાય છે.
તો આ મંત્રીએ પીએમની અપિલ ની અવગણના કરી જેમાં – ઋષીકેશ પટેલ, જયરામ ગામિત, નરેશ પટેલ, કનુભાઇ દેસાઇ, મનીષાબેન વકિલ, ત્રિકમ છાંગા,પીસી બરંડા,કુવરજીભાઇ બાવળીયા, રીવાબા જાડેજા, કાંતિ અમૃતિયા,કમલેશ પટેલ, રમણ સોલંકી, દર્શના વાઘેલા, અર્જુન મોઢવાડિયા, સ્વરૂપજી ઠાકોર, રમેશ કટારા,ઇશ્વસિંહ પટેલ