Related Posts
ટામેટાના (tomato) વધતા ભાવના કારણે લોકો પરેશાન છે તો બીજી તરફ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. ટામેટાના (tomato) વધતા ભાવ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ટામેટા (tomato) જ એક માત્ર ખાવાની ચીજ નથી. સમય બદલાશે ત્યારે ભાવ કાબૂમાં આવશે. સપ્લાય વધશે ત્યારે ટામેટાના (tomato) ભાવ નીચા આવશે.ટામેટાના વધતા ભાવ મુદ્દે ઋષિકેશ પટેલના નિવેદનથી મહિલાઓ ગુસ્સે થઇ હતી. ગૃહિણીઓએ કહ્યું હતું કે ટામેટા જ નહીં, અન્ય શાકભાજી પણ મોંઘા છે. તેઓએ સવાલ કર્યો હતો કે મંત્રી જવાબ આપે શું સસ્તું છે જેને ખાઈ શકીએ. મંત્રીને શું જાણકારી હોય કે રસોઈમાં શાની જરૂર હોય છે. મહિલાઓએ કહ્યું કે ટામેટાના (tomato) વધુ ભાવ હોવાના કારણે અમારુ બજેટ બગડી ગયું છે. ભાવ વધારાથી મધ્યમવર્ગને ફટકો પડે છે.