MI vs GT – ઉમેશ યાદવેની બોલીંગ સામે MI ના બેટર ફેલ ,GTની જીતથી શરૂઆત

By: nationgujarat
24 Mar, 2024

IPL 2024 ની પાંચમી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને ગુજરાતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સના પ્લેઈંગ-11માં રોહિત શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા જેવા વિસ્ફોટક બેટ્સમેન સામેલ છે. તે જ સમયે, બોલરોમાં જસપ્રિત બુમરાહ, પીયૂષ ચાવલા જેવા અનુભવી બોલરો છે. બીજી તરફ, ગુજરાતના પ્લેઈંગ-11માં શુભમન ગિલ, સાઈ સુદર્શન અને ડેવિડ મિલર જેવા ઘાતક બેટ્સમેન છે. આ સાથે જ રાશિદ ખાન, ઉમેશ યાદવ જેવા અનુભવી બોલરોને બોલિંગમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. મુંબઈને જીતવા માટે 169 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

રોહિત શર્માને સાઈ કિશોરે LBW આઉટ કર્યો હતો. રોહિત 43 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. તેની ઇનિંગમાં 7 ફોર અને 1 સિક્સ સામેલ હતી.

મોહિત શર્માએ 16મી ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો આપ્યો હતો. ઓવરના પાંચમા બોલ પર મોહિત શર્માએ સેટ બેટ્સમેન બ્રેવિસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બ્રેવિસ તેની અડધી સદી પૂરી કરવાથી માત્ર 4 રન દૂર રહ્યો હતો. તેણે 46 રનની ઈનિંગમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

ડેવિડ જીત પહેલા 27 રને મોહિત શર્માનો શિકાર બની ગયો છે. ડેવિડે 10 બોલનો સામનો કર્યો અને 11 રન બનાવ્યા. મુંબઈને છેલ્લી 2 ઓવરમાં જીતવા માટે 27 રનની જરૂર છે.


Related Posts

Load more