IPL 2024 ની પાંચમી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને ગુજરાતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સના પ્લેઈંગ-11માં રોહિત શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા જેવા વિસ્ફોટક બેટ્સમેન સામેલ છે. તે જ સમયે, બોલરોમાં જસપ્રિત બુમરાહ, પીયૂષ ચાવલા જેવા અનુભવી બોલરો છે. બીજી તરફ, ગુજરાતના પ્લેઈંગ-11માં શુભમન ગિલ, સાઈ સુદર્શન અને ડેવિડ મિલર જેવા ઘાતક બેટ્સમેન છે. આ સાથે જ રાશિદ ખાન, ઉમેશ યાદવ જેવા અનુભવી બોલરોને બોલિંગમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ગુજરાતના ઓપનર બેટ્સમેન શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ ટીમને શાનદાર ઓપનિંગ અપાવી છે. બંને બેટ્સમેનોએ હાર્દિક પંડ્યાની પ્રથમ ઓવરમાં જ ચોગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ ઓવર પછી ટીમનો સ્કોર કોઈ નુકસાન વિના 11 રન છે. 3 ઓવરમા ગુજરાતનો સ્કોર 27 રન 0 વિકેટ
MI vs GT પ્લેઈંગ-11: મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ-11
રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, નમન ધીર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, શમ્સ મુલાની, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રિત બુમરાહ, લ્યુક વુડ.