અમદાવાદ: ગુજરાતમાં ચોમાસુ બરાબરનું જામ્યું છે. અમદાવાદમાં એક દિવસના વિરામ બાદ ફરી આજે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના છે.
27 જુલાઇની વરસાદની આગાહી
ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે વાવ-થરાદ, પાટણ; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી,ડાંગ,નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં થોડા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને 30-40 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવા મેઘગર્જના અને હળવાથી મધ્યમ વરસાદની પ્રબળ શક્યતા છે.
28 જુલાઇ
ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, વાવ-થરાદ,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી,ડાંગ, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને 30-40 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવો મેઘગર્જના અને હળવાથી મધ્યમ વરસાદની પ્રબળ શક્યતા છે.
29 જુલાઇ
ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ,નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ,કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને 30-40 કિમી/ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવા મેઘગર્જના અને હળવાથી મધ્યમ વરસાદની પ્રબળ શક્યતા છે.
વહીવટી તંત્રની તૈયારીઓ
વરસાદની આ નવી આગાહીને પગલે તમામ સંભવિત જિલ્લાઓના વહીવટી તંત્રને સાવચેત રહેવા આદેશ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે અગાઉથી જ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.