MBA અને MCA માં આજથી પ્રવેશ પ્રક્રિયા – 30 જુન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન

By: Nation Gujarat Team
25 May, 2026

ગુજરાત રાજયમાં ટેકનિકલ કોલેજમાં એમબીએ અને એમસીએમાં પ્રવેશ માટં આજથી પ્રોસેસ શરૂ થઇ છે. એસીપીસીએ જાહેર કરેલ કાર્યક્રમ પ્રમાણે અંદાજે 27 હજારથી વધુ બેઠકોમાં પ્રવેશ માટે કાર્યવાહી શરૂ થશે. આ પ્રક્રિયા 30 જૂન સુધી ચાલશે. એમબીએની 7 ગ્રાન્ડેટ કોલેજોની 531 , 120 ખાનગી કોલેજોની 18135 તેમજ એમસીએમાં 2 સરકારી કોલેજની 113 અને 7 ગ્રાન્ડેટ કોલેજમાં275 અને ખાનગી કોલેજોની 8095 બેઠકમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.

જાહેર થયેલા કાર્યક્રમ પ્રમાણે 9 જુલાઇએ પ્રોવિઝન મેરિટ લિસ્ટ જાહેર થતાની સાથેજ વિદ્યાર્થીઓ 12 જૂલાઇ સુધી મોક રાઉન્ડ માટે ઓનલાઇન ચોઇઝ ફિલિગ કરી શકશે. જેનું પરિણામ 14 જુલાઇએ જાહેર થશે. પ્રથમ રાઉન્ડનું એલોટમેન્ટ 17 જુલાઇએ શરૂ થશે અને 19 જૂલાઇ સુધીમાં વિદ્યાર્થીઓએ ટોકન ફિ ભરીને પ્રવેશ પાક્કો કરવો પડેશે અથવા ઓનલાઇન કેન્સલ કરી શકશે.

રાજ્યભરમાં નવુ શૈક્ષણીક સત્ર 20 જૂલાઇ 2026 થી શરૂ થશે પ્રથમ રાઉન્ડને અંતે ખાલી પડેલ બેઠકોની વિગતો 20 જૂલાઇની સાંજે જાહેર કરાશે. રાઉન્ડ 2માં 20 થી 23 જૂલાઇ સુધી ચોઇઝ ફિલિંગ કરી શકાશે જેનુ પરિણામ 27 જુલાાઇ જાહેર કરાશે. નવા સત્રમાં બંને કોર્ષમાં બેઠકોમાં વધારો કરાશે. એમબીએમાં નવી 4 ખાનગી કોલેજો 400 બેઠકો અને એમસીએની 3 ખાનગી કોલેજોમાં 300 થી વધુ બેઠકો આવશે.


Related Posts

Load more