મહારાષ્ટ્રમા દેવેન્દ્ર ફડળવીસ મુખ્યમંત્રી બન્યા પછી સૌની નજર હતી કે કોણ બનશે ગૃહમંત્રી અને અન્ય ખાતા કોને મળશે. તો તમને જણાવી દઇએ કે મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના મંત્રી પરિષદને વિભાગો ફાળવ્યા છે. જેમાં ફડણવીસે મહત્વપૂર્ણ ગૃહ વિભાગ પોતાની પાસે રાખ્યું છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે સીએમ ફડણવીસ ઊર્જા વિભાગ (રિન્યુએબલ એનર્જી સિવાય), કાયદો અને ન્યાયતંત્ર, સામાન્ય વહીવટ વિભાગ અને માહિતી અને પ્રચાર વિભાગ પણ સંભાળશે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને શહેરી વિકાસ, આવાસ અને જાહેર બાંધકામ વિભાગ (જાહેર સાહસો) ફાળવવામાં આવ્યા છે. જ્યારે ડેપ્યુટી સીએમ અજિત પવારને નાણા અને આયોજન, રાજ્ય આબકારી મળી છે.
આ વિભાગો ભાજપના મંત્રીઓને ફાળવવામાં આવ્યા છે
– ચંદ્રશેખર બાવનકુળે- મહેસૂલ
– રાધાકૃષ્ણ વિખે પાટીલ- જળ સંસાધન- કૃષ્ણા અને ગોદાવરી ખીણ વિકાસ નિગમ
– ચંદ્રકાંત પાટીલ- ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, સંસદીય બાબતો
– ગિરીશ મહાજન- જળ સંસાધન (વિદર્ભ, તાપી, કોંકણ વિકાસ નિગમ) અને આપત્તિ વ્યવસ્થાપન
– ગણેશ નાઈક- વન વિભાગ
– પંકજા મુંડે- પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, પશુપાલન વિભાગ
શિવસેનાના મંત્રીઓના વિભાગો
– ઉદય સામંત- ઉદ્યોગ અને મરાઠી ભાષા
– ભરત ગોગાવલે- રોજગાર ગેરંટી, બાગાયત, સોલ્ટ પાન લેન્ડ ડેવલપમેન્ટ
શિવસેનાને કયા મંત્રાલયો મળ્યા?
સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગૃહ વિભાગ પોતાની પાસે રાખ્યું છે. આ ઉપરાંત ગૃહ, ઉર્જા (નવીનીકરણીય ઉર્જા સિવાય), કાયદો અને ન્યાયતંત્ર, સામાન્ય વહીવટ વિભાગ, માહિતી અને પ્રચાર વિભાગ પણ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પાસે છે. જ્યારે શિવસેનાના ગુલાબ રાવ પાટીલને પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રાલય મળ્યું છે. જ્યારે દાદા ભૂસેને શાળા શિક્ષણ વિભાગ, સંજય રાઠોડને જળ અને જમીન સંરક્ષણ વિભાગ, ઉદય સાવંતને ઉદ્યોગ અને મરાઠી ભાષા વિભાગ અને શંભુરાજ દેસાઈને પ્રવાસન, ખાણ ખાતું આપવામાં આવ્યું છે.
NCPને શું મળ્યું?
NCP વતી ડેપ્યુટી સીએમ અજિત પવારે નાણા, સહકાર, કૃષિ, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ તેમજ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગોની માંગણી કરી હતી. ડેપ્યુટી સીએમ અજિત પવારને નાણા, આયોજન અને રાજ્ય આબકારી વિભાગો મળ્યા છે.
એનસીપીના માણિકરાવ કોકાટેને કૃષિ વિભાગ, હસન મુશ્રીફને તબીબી શિક્ષણ, ધનંજય મુંડેને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા ખાતું આપવામાં આવ્યું છે. દત્તાત્રય ભરનેને રમતગમત અને યુવા કલ્યાણ, લઘુમતી વિકાસ અને ઔકાફ અને અદિતિ તટકરેને મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો પોર્ટફોલિયો આપવામાં આવ્યો છે. જ્યારે પ્રતાપ સરનાઈકને પરિવહન ખાતું મળ્યું છે.