મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદ કોણ સંભાળશે તે અંગે ઘણા દિવસોથી ચાલી રહેલી સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવના નામ પર સર્વસંમતિ બની છે. આ મહત્વના નિર્ણય પહેલા ભાજપ હાઈકમાન્ડે આજે નિરીક્ષકોની ટીમ ભોપાલ મોકલી હતી. જેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, આશા લાકરા અને કે લક્ષ્મણના નામ સામેલ છે. મોહન યાદવ સંઘની નજીકના વ્યકિત છે લોકસભા ચૂંટણી ને ધ્યાને રાખી સીએમની પસદગી થઇ છે. મોહન યાદવનું નામ મીડિયામાં હતું જ નહી નેશન ગુજરાતે ગઇકાલે જ અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ નવો જ ચહેરો સીએમ તરીકે લાવશે. નરેન્દ્ર સિંહ તોમન વિઘાનસભાના સ્પીકર રહેશે. મોહન યાદવ 2013માં સૌથી પહેલા ઘારાસભ્ય બન્યા હતા.
ભોપાલ પહોંચ્યા બાદ મનોહરલાલ ખટ્ટર અને અન્ય નિરીક્ષકો મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ તેઓ સૌથી પહેલા શિવરાજ સિંહને મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ખટ્ટર બીજેપી હાઈકમાન્ડના આદેશથી દિલ્હીથી પહોંચ્યા હતા.ખટ્ટર ભોપાલ પહોંચ્યા પછી પણ નડ્ડા સતત તેમના સંપર્કમાં રહ્યા હતા.