લંગ કેન્સર રિસ્ક ફેક્ટર્સ: માત્ર ધૂમ્રપાન જ નહીં, આ બાબતો પણ વધારે છે ફેફસાંના કેન્સરનું જોખમ; ICMRએ આપી ચેતવણી

By: Nation Gujarat Team
24 Aug, 2026

Lung Cancer Causes: ફેફસાનું કેન્સર એક એવું કેન્સર છે જે ફેફસામાં શરૂ થાય છે અને શરીરના અન્ય અંગો અને લિમ્ફ નોડ્સ સુધી પહોંચી શકે છે. આ કેન્સર ફેફસામાંથી નીકળી મગજ સુધી પણ પહોંચી શકે છે. ફેફસાના કેન્સરથી ફેફસાની કાર્યક્ષમતા પર અસર પડે છે અને તે વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી ફેફસાના કેન્સરથી બચવું જરૂરી છે. સ્વાસ્થ્ય મંત્રાલય અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર અહીં ફેફસાના કેન્સરના કેટલાક રિસ્ક ફેક્ટર્સ આપવામાં આવ્યા છે, જે ફેફસાના કેન્સરનું કારણ બની શકે છે. આ રિસ્ક ફેક્ટર્સથી દૂર રહી વ્યક્તિ ફેફસાના કેન્સરથી બચી શકે છે.

ક્યા લોકોમાં ફેફસાના કેન્સરનું જોખમ રહે છે વધું
ICMR અનુસાર આ 7 રિસ્ક ફેક્ટર્સ ફેફસાના કેન્સરનું કારણ બની શકે છે.

ધૂમ્રપાન અને તમાકુનું સેવન
તમાકુ કોઈપણ પ્રકારે સેવન કરવામાં આવે તે ખતરનાક સાબિત થાય છે. સિગારેટ કે બીડી પીનારમાં ફેફસાનું કેન્સર થવાનો ખતરો વધુ રહે છે. આ લોકોમાં લિપ, ઓરલ કેવિટી, ગળું, પાચન નળી અને શ્વસન નળીનું કેન્સર થઈ શકે છે. તમાકુમાં રહેલા કેમિકલ ફેફસાના સેલ્સને નષ્ટ કરે છે અને એબ્રોર્મલ સેલ્સ વધવાનું કારણ બને છે.

સેકેન્ડ હેન્ડ સ્મોકિંગ
જે લોકો ધૂમ્રપાન કરતા નથી પરંતુ તેની આસપાસ કોઈ સિગારેટ કે બીડી પીવે છે અને તે સતત ધૂમાડાની ઝપેટમાં આવે છે તો આ સેકેન્ડ હેન્ડ સ્મોકિંગને કારણે ગંભીર બીમારીનો શિકાર થઈ શકે છે. આ લોકોમાં સેકેન્ડ હેન્ડ સ્મોકિંગનો ખતરો વધી જાય છે.

કેમિકલ કાર્સિનોઝેન
કામની જગ્યા પર જો વ્યક્તિ સતત આર્સેનિક, ક્રોમિયમ, ડીઝલ એગ્ઝોસ્ટ, સિલિકા અને નિકેલની ઝપેટમાં આવે છે તો તેને ઓક્યૂપેશનલ એક્સપોઝર ટૂ કેમિકલ કાર્સિનોઝેન્સ કહેવાય છે. રબ્બર, આયરન અને સ્ટીલ બનાવવું પણ કેન્સરનું જોખમ ફેક્ટર હોઈ શકે છે, જેને હ્યુમન કાર્સિનોઝેન કહેવામાં આવે છે. સ્મોકિંગ, કેમિકલની ઝપેટમાં આવવું અને એસ્બેસ્ટોસનું એક્સપોઝર, એકસાથે તેનું કોમ્બિનેશન ખતરનાક સાબિત થઈ શકે છે.

રેડોન એક્સપોઝર
રેડોનનું એક્સપોઝર કેટલીક રીતે કેન્સરનો ખતરો વધારી શકે છે, જેમાં ફેફસાનું કેન્સર પણ સામેલ છે. રેડોન ન દેખાતી ગંધ વગરનો ગેસ છે, જે ગંદકી અને યુરેનિયમ બ્રેકડાઉન થવા પર પથ્થરોમાંથી નીકળે છે અને જે હવામાં આપણે શ્વાસ લઈએ તેમાં ભળી જાય છે.

પારિવારિક ઈતિહાસ
જો કોઈ પરિવારમાં કોઈને ફેફસાનું કેન્સર રહ્યું હોય તો તે વ્યક્તિમાં કેન્સર થવાનું જોખમ વધી જાય છે. કેન્સર સર્વાઇવર જેની છાતીની આસપાસ રેડિએશન થેરેપી થઈ છે, તેને પણ ફેફસાનું કેન્સર થવાનું જોખમ રહે છે.

ઘરની અંદર કોલસો સળગાવવો
ઘરની અંદર કોલસો સળગાવવો, ભલે તે ભોજન પકાવવા માટે હોય કે ગરમી માટે, ફેફસાના કેન્સરની સંભાવના વધારે છે. ખાસ કરી જે ઘરોમાં વેન્ટિલેશનની કમી છે, ત્યાં કોલસો સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે.

ફેફસાનું ઈન્ફેક્શન
ફેફસા સાથે જોડાયેલા ઈન્ફેક્શન જેમ કે ક્લાઇમિડિયા ન્યૂમોનિયા કે ટીબી જેવી બીમારી સ્ટાર ટિશ્યૂ વધવાનું કારણ બને છે. તેનાથી ફેફસાના કેન્સરનું જોખમ વધી જાય છે.

ફેફસાના કેન્સરના લક્ષણો ક્યા છે
ફેફસાના કેન્સરના શરૂઆતી તબક્કામાં કેટલાક લક્ષણો જોવા મળે છે જેમ કે—-

  • લાંબા સમય સુધી ઉધરસ થવી અને ઠીક ન થવી
  • શ્વાસ ચડવો
  • લોહીવાળા લાળમાંથી ખાંસી આવવી
  • ઉધરસ ખાવામાં લોહી પડવું
  • છાતી કે ખભામાં દુખાવો રહેવો
  • કોઈ કારણ વગર વજન ઘટી જવું
  • દરેક સમયે થાકનો અનુભવ થવો
  • ભૂખ ઓછી લાગવી

ફેફસાના કેન્સરના એડવાન્સ તબક્કામાં આ લક્ષણો જોવા મળે છે- 

  • ગળે ઉતારવામાં સમસ્યા
  • અવાજમાં સમસ્યા
  • ગળાની પાસે સોજા
  • વારંવાર ન્યૂમોનિયા થવો
  • પાંસળીોના નીચેના ભાગમાં દુખાવો
  • આંગળીના નખના આકારમાં ફેરફાર
  • ખભામાં દુખાવો થવો અને દુખાવો હાથ સુધી ફેલાઈ જવો.

ડિસ્ક્લેમરઃ સામાન્ય માહિતીના આધારે આ સમાચાર લખવામાં આવ્યા છે. જો તમને કોઈ લક્ષણ કે સમસ્યા હોય તો તમે નિષ્ણાંત ડોક્ટરની સલાહ લઈ શકો છો.


Related Posts

Load more