LIVE ભારત – આયર્લેન્ડ -186 રનના ટાર્ગેટ સામે આયરલેન્ડ 77-4

By: nationgujarat
20 Aug, 2023

ભારતે પ્રથમ T20માં આયરલેન્ડને 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં આયર્લેન્ડ તરફથી કર્ટિસ કેમ્ફર અને એન્ડ્ર્યુ બાલબિર્ની ક્રિઝ પર છે.

પ્રસિદ્ધ ક્રિષ્નાએ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. કેપ્ટન પોલ સ્ટર્લિંગ પછી લોર્કન ટકરને ઝીરોમાં આઉટ કર્યો. રવિ બિશ્નોઈએ હેરી ટેક્ટરને બોલ્ડ કર્યો હતો. આ પછી તેણે કર્ટિસ કેમ્ફરને આઉટ કર્યો હતો.

રિંકુની વિસ્ફોટક ઇનિંગની મદદથી ભારતે 185 રન બનાવ્યા
ભારતે પ્રથમ T20માં આયરલેન્ડને 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. ડબલિનના ધ વિલેજ સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. પોતાની બીજી ઈન્ટરનેશનલ મેચ રમી રહેલા રિંકુ સિંહે 21 બોલમાં 38 રનની ઇનિંગ રમીને ટીમને સારી ફિનિશિંગ અપાવી હતી.

રિંકુ પહેલા વિકેટકીપર સંજુ સેમસને 26 બોલમાં 40 અને ઋતુરાજ ગાયકવાડે 43 બોલમાં 58 રન બનાવ્યા હતા. આયર્લેન્ડ તરફથી બેરી મેક્કાર્થીએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. જ્યારે ક્રેગ યંગ અને બેન્જામિન વ્હાઈટને 1-1 વિકેટ મળી હતી.

છેલ્લી 2 ઓવરમાં 42 રન બનાવ્યા
15 ઓવરમાં 129 રન બનાવ્યા બાદ ટીમનો સ્કોર 18 ઓવરમાં માત્ર 143 રન સુધી પહોંચી શક્યો હતો. શિવમ દુબે અને રિંકુ સિંહ સેટ થવામાં સમય લઈ રહ્યા હતા. ત્યારબાદ 19મી ઓવરમાં રિંકુ સિંહે 2 છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ છેલ્લી ઓવરમાં 2 સિક્સર ફટકારી, આ ઓવરમાં રિંકુએ પણ સિક્સર ફટકારી અને ટીમે છેલ્લી ઓવરમાં 20 રન ભેગા કર્યા. આ રીતે ટીમે છેલ્લી 2 ઓવરમાં 42 રન બનાવ્યા અને સ્કોર 185 રન સુધી પહોંચ્યો હતો.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા યશસ્વી જયસ્વાલે ટીમ ઈન્ડિયા તરફથી ઋતુરાજ ગાયકવાડ સાથે 29 રન જોડ્યા. યશસ્વી 18 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી તિલક વર્મા પણ એક રન બનાવીને સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. તિલક બાદ સંજુ સેમસન 40 અને ઋતુરાજ ગાયકવાડે 58 રન બનાવીને ભારતનો દાવ સંભાળ્યો હતો. બંનેએ 71 રનની ભાગીદારી કરી હતી.

છેલ્લે, રિંકુ સિંહે 21 બોલમાં 38 રન અને શિવમ દુબેએ 16 બોલમાં 22 રન ફટકારીને ભારતનો સ્કોર 185 રન સુધી પહોંચાડ્યો હતો. વોશિંગ્ટન સુંદર એક રનના સ્કોર પર નોટઆઉટ રહ્યો હતો.


Related Posts

Load more