અમદાવાદીઓ પિઝા ખાતા પહેલા સાવધાન રહેજો. જેમાં લા પીનોઝના પિઝાનો નાશ કરવામાં આવ્યો છે. તેમજ લા પીનોઝ પિઝાના કિચનમાં ગંદકી જ ગંદકી જોવા મળી છે. તેમજ આરોગ્ય વિભાગના લા પીનોઝમાં દરોડા પડ્યા છે. જેમાં લા પિનોઝ વસ્ત્રાપુરમાં આરોગ્ય વિભાગનું ચેકીંગ શરૂ થયુ છે. જો કે આ પહેલા પણ ડોમિનોઝ પીઝામાં પણ અખાદ્ય ચિઝ મળી આવ્યું હતું હાઇવે પરની ડોમિનોઝની શોપ પર તો ચીઝ નું ગુણવતા યોગ્ય હોતી જ નથી.
વસ્ત્રાપુરમાં આવેલ કિચનના હાલ જોશો તો પિઝા ખાવાનું ભૂલી જશો. જેમાં અખાદ્ય પિઝાનો નાશ કરાયો છે. લા પીનોઝના પિઝા તમે ખાવ છો તે ગંદકીમાં બને છે. કારણ કે લા પીનોઝ પિઝાના કિચનમાં ખૂબ ગંદકી દેખાઇ છે. જેમાં મોટી માત્રામાં પહેલેથી પિઝા તૈયાર રખાયા હતા. તેમાં વસ્ત્રાપુરના લા પીનોઝ શોપમાંથી પિઝાનો નાશ કરાયો છે. મનપાના તમામ 8 ઝોનમાં દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે.
ચોમાસામાં રોગચાળો વધવાની ભીતિએ આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગે રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. તેમજ પિઝાના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલાયા છે. લા પિનોઝના કિચનમાં ગંદકીનું સામ્રાજ્ય હતું. તથા સ્થળ પરજ અધિકારીઓએ કાર્યવાહી કરી છે. સાથે જ શહેરભરમાં ખાણીપીણી બજારો અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ રહી છે. ખોરાકની ગુણવત્તા અને સ્વછતા અંગે તપાસ હાથ ધરાઈ છે.