સુરતના વરાછા રોડ (Varachha Road) વિસ્તારના લોકપ્રિય અને અવારનવાર ચર્ચામાં રહેતા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી (Kumar Kanani) ફરી એકવાર પોતાના આક્રમક નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. તાજેતરમાં તેમનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે, જેમાં તેઓ એક જાહેર સભા દરમિયાન ટીકાકારો પર લાલઘૂમ થતા જોવા મળી રહ્યા છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, કુમાર કાનાણી જ્યારે સોશિયલ મીડિયા પર લાઈવ (Social Media Live) હતા, ત્યારે કોઈ યુઝરે એવી કોમેન્ટ કરી હતી કે “તમે જે વિકાસના કામો (Development Works) કરો છો તે જનતાના ટેક્સના પૈસાથી (Public Tax Money) થાય છે.” આ ટીકાનો જવાબ આપવા માટે કુમારભાઇએ જાહેર મંચ પસંદ કર્યો હતો.
સભાને સંબોધતા ધારાસભ્યએ આકરા શબ્દોમાં કહ્યું કે, “ઘણા લોકો કહે છે કે આ તો જનતાના પૈસા છે. હા, ચોક્કસ જનતાના જ પૈસા છે અને અમે તે પૈસાનો યોગ્ય જગ્યાએ જ ઉપયોગ કરીએ છીએ. પણ જે ટીકા કરે છે તેમને મારે પૂછવું છે કે, જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી (Father’s Money) કામ કરીશ?” કાનાણીના આ આક્રમક તેવર જોઈને સભામાં સોપો પડી ગયો હતો.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકાર જનતા પાસેથી ટેક્સ ઉઘરાવે છે અને તેના દ્વારા જ રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આમાં કંઈ નવું નથી, પરંતુ ટીકાખોરો માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ કરી રહ્યા છે. અગાઉ પણ કુમાર કાનાણી ટ્રાફિક પોલીસ અને સ્થાનિક મુદ્દે ઓડિયો ક્લિપ કે વીડિયોને કારણે ચર્ચામાં રહ્યા છે. આ નવો વીડિયો (Latest Viral Video) હવે રાજકીય આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.