શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – આનંદધામ – હીરાપુર ખાતે શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧૮મી જયંતી અને સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીશ્રીની માસિક અંતર્ધાન તિથિની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૩ ફૂટની હસ્તલિખિત વાતોનું સંતો દ્વારા પૂજન કરીને આરતી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ “મૂર્તિમાં રસબસ બનવાને વાંચો બાપાશ્રીની વાતો” એ કીર્તન ઉપર અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ “જીવનપ્રાણ બાપાશ્રીના વિશિષ્ટ કાર્યો” ઉપર પ્રવચન કર્યા હતા. આ પ્રસંગે શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ, ધૂન, ઘ્યાન, કીર્તન કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ શ્રી અબજીબાપાશ્રીની વાતો અંગે જણાવ્યું હતું કે, શ્રી અબજીબાપાશ્રીની વાતોમાં તેમણે જીવનમાં સુખી થવા હંમેશા પોઝીટીવ દ્રષ્ટિ કેળવવાની વાત કરી છે. આપણે સો માણસમાંથી એક એક ગુણ લઈએ તો આપણામાં સો સદ્ગુણોનો આવિર્ભાવ થાય છે અને સો માણસમાંથી એક એક દોષ લઈએ તો સો અવગુણ આપણામાં આવી જાય છે, તેથી દરેકમાંથી આપણે ગુણ ગ્રહણ કરવા જોઈએ.
કચ્છના સંત શ્રી અબજીબાપાશ્રીનું જીવન અનેકને પ્રેરણાદાયી હતું. હોંગકોંગમાં સસ્તું સાહિત્ય દ્વારા કચ્છના સંત શ્રી અબજીબાપા નામનું પુસ્તક અનેક વર્ષો પહેલા પ્રકાશિત કરવામાં આવ્યું. તો ત્યારે રપ૦૦૦ થી વધુ નકલો પુસ્તકની વેચાઈ ગઈ હતી. આમ, આવા શ્રી અબજીબાપાશ્રીની આપણને પ્રાપ્તિ થઈ છે, તો આપણે તેમણે આપેલા સિદ્ધાંતોને જીવનમાં ઉતારીને,આધ્યાત્મિક માર્ગે આગળ વધવું જોઈએ.
દેશ – વિદેશના ભક્તો શ્રી અબજીબાપાશ્રીની વાતોનો લાભ પ્રાપ્ત કરી શકે તે માટે શ્રી અબજીબાપાશ્રીની વાતોનો ઓડીયો સ્વામિનારાયયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવ્યો છે.