કુમકુમ મંદિર ખાતે ભગવાનને ફૂલોના શણગાર ધરાવી અમાવસ્યાની ઉજવણી કરવામાં આવી..

By: nationgujarat
08 May, 2024

મનની શાંતિ માટે મેડિસિન નહીં, મેડીટેશનની જરૂર છે. – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમસદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણીનગર – અમદાવાદ ખાતે ચૈત્ર માસની અમાવસ્યા – સદગુરૂ દિનની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ધ્યાન – ધૂન કીર્તન – ભજન અને વચનામૃત રહસ્યાર્થ પ્રદિપિકાટીકાનું વાંચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સદગુરૂ ઈશ્વરચરણદાસજી સ્વામી અને સદગુરૂ શ્રી વૃંદાવનદાસજી સ્વામીની સ્મૃતિ માટે તેની અમાવસ્યાની ઉજવણી કરવામાં આવે છે.આ ઉજવણીની પરંપરા શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ પ્રારંભ કરેલી છે. ત્યારથી સદગુરૂ દિનની ઉજવણી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે ૪૦ વર્ષથી કરવામાં આવે છે.કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે, જીવનની અંદર ટેન્શનમાંથી મુક્ત થવા મેડીટેશન એટલે કે ધ્યાન કરવું જોઈએ. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાથી મનને અલૌકિક દિવ્ય શાંતિની અનુભૂતિ થાય છે.મનમાં ઉદ્ભવતા સંકલ્પો શમી જાય છે. આજના માણસને ઊંઘ નથી આવતી એટલા માટે તે મેડિસિન લે છે, પરંતુ મનની શાંતિ માટે મેડિસિન નહી મેડીટેશનની જરૂર છે.તેથી માણસે શાંતિની પ્રાપ્તિ માટે દિવસમાં અડધો કલાક ધ્યાન અવશ્ય કરવું જોઈએ.


Related Posts

Load more