KL Rahul બાંગ્લાદેશ પ્રવાસેથી પરત ફરતા રજાઓ પર ઉતરશે, BCCI એ લગ્ન માટે મંજૂર કરી રજા!

By: nationgujarat
12 Nov, 2022

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વન ડે શ્રેણીની શરુઆત 4 ડિસેમ્બરથી થઈ રહી છે. આ માટે ભારતીય ટીમ બાંગ્લાદેશ પહોંચીને તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. વન ડે શ્રેણી બાદ બંને દેશો વચ્ચે 2 ટેસ્ટ મેચો રમાનારી છે. બાંગ્લાદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ કેએલ રાહુલ રજાઓ પર ઉતરનારો છે. તેના માટે આ રજાઓ ખાસ છે. કારણ કે તે રજાઓ તેણે આથિયા શેટ્ટી સાથેના લગ્ન માટે મેળવી હોવાના મીડિયા અહેવાલ સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે પણ અનુભવી ખેલાડીની રજાઓને મંજૂર કરી દીધી છે

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નનુ આયોજન આગામી જાન્યુઆરી માસમાં કરવામાં આવી રહ્યુ હોવાના અહેવાલ છે. આ માટે કેએલ રાહુલ બાંગ્લાદેશ પ્રવાસથી પરત ફરતા જ રજાઓ પર ઉતરશે.

જાન્યુઆરી લગ્નનુ આયોજન!

મીડિયા અહેવાલોનુસાર આગામી વર્ષે જાન્યુઆરીમાં ભારતીય ક્રિકેટ ટીમના ઉપ કપ્તાન જીવનના નવા તબક્કાની સફર શરુ કરશે. કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી બંને વચ્ચે કેટલાક સમયથી રિલેશનશીપ હતી અને હવે બંને લગ્નના બંધને બંઘાવવા જઈ રહ્યા છે. જોકે આ માટે સત્તાવાર રીતે કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહ દરમિયાન બંને લગ્ન સંબંધથી જોડાઈ શકે છે.

જોકે આ માટે હજુ એ પણ સત્તાવાર રીતે જાહેર થઈ શક્યુ નથી કે, કેએલ રાહુલે ક્યા દિવસો અને કેટલા દિવસો માટેની રજાઓ માંગી છે. પરંતુ અહેવાલોનુસાર તેણે ક્રિકેટ બોર્ડ પાસે રજાઓની માંગણી કરી છે અને જેને મંજૂર પણ કરી દેવામાં આવી છે.

જાન્યુઆરીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણી

આ દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણી રમાનારી છે. એટલે કે જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમનુ શેડ્યૂલ વ્યસ્ત છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ઘર આંગણે 3 મેચોની વન ડે અને 3 મેચોની ટી20 શ્રેણી રમાનારી છે. આમ કેએલ રાહુલ આ શ્રેણી દરમિયાન ભારતીય ટીમથી દૂર રહી જીવનની નવી ઈનીંગની શરુઆત કરી રહ્યો હશે.

કેએલ રાહુલ ભારતીય ટીમનો મહત્વનો હિસ્સો છે. તે ભારતીય ક્રિકેટ ટીમમાં ઉપ કપ્તાનની જવાબદારી નિભાવે છે. હાલમાં રાહુલ ભારતીય ટીમ સાથે બાંગ્લાદેશના પ્રવાસે છે. જ્યાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઢાકામાં 4 અને 7 ડિસેમ્બરે વન ડે મેચ રમાનારી છે. જ્યારે શ્રેણીની અંતિમ મેચ ચત્તોગ્રામમાં રમાનારી છે. ત્યાર બાદ ચત્તોગ્રામ અને ઢાકામાં એક એક ટેસ્ટ મેચ રમાનારી છે. આમ 26 ડિસેમ્બર સુધી ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસે રહેશે.


Related Posts

Load more