Kidney Stone Signs: કિડનીમાં પથરી હોવાના 5 સંકેત, નજરઅંદાજ કરશો તો ભારે પડશે

By: Nation Gujarat Team
09 Jun, 2026

Kidney Stone Symptoms: આજકાલ ખરાબ લાઇફસ્ટાઇલ, ઓછું પાણી પીવું અને અનહેલ્ધી ખાનપાનને કારણે આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, ખાસ કરી કિડની સ્ટોનનો ખતરો વધી જાય છે. આજના સમયમાં આ સમસ્યા વધુ જોવા મળી રહી છે. શરૂઆતમાં કિડનીમાં બની રહેલી નાની પથરીના ખાસ લક્ષણ જોવા મળતા નથી, પરંતુ જેમ-જેમ તે બદલાઈ છે તમને ઘણા સંકેતો નજર આવવા લાગે છે.
પથરી વધવા પર દુખાવો ખતરનાક થાય છે. સમજાતું નથી કે શું કરવું અને શું નહીં. તમારી થોડી બેદરકારી ગંભીર દુખાવાનું કારણ પણ બની શકે છે. આવો આજે તમને આ સમાચારમાં જણાવીએ કે કિડનીની પથરીમાં ક્યા લક્ષણ જોવા મળે છે, જેને તમારે નજરઅંદાજ ન કરવા જોઈએ

1. કમર કે પીઠના નીચેના ભાગમાં દુખાવો
કિડની સ્ટોનની સમસ્યા થવા પર કમર કે પીઠના નીચલા ભાગમાં ભારે દુખાવાની સમસ્યા થવા લાગે છે, જેનાથી લોકો પરેશાન થાય છે. આ દુખાવો ઘણીવાર સહન ન થાય તેવો હોય છે, જેનાથી બેસવામાં પણ મુશ્કેલી આવે છે.

2. વારંવાર પેશાબ લાગવો
કિડની સ્ટોનની સમસ્યામાં વારંવાર પેશાબ લાગે છે. જો રાત્રે વારંવાર પેશાબની સમસ્યા થાય તો તમારે તેને નજરઅંદાજ ન કરવી જોઈએ અને ડોક્ટરને દેખાડવું જોઈએ.

3. પેશાબ કરવા સમયે દુખાવો કે બળતરા
કિડની સ્ટોનની સમસ્યા થવા પર પેશાબ કરવા સમયે દુખાવો કે બળતરા જેવી સમસ્યા પણ થઈ શકે છે. કેટલાક લોકો આ સમસ્યાને ગંભીરતાથી લેતા નથી, પરંતુ તમારે તેને યુરિન ઇન્ફેક્શન સમજી નજરઅંદાજ કરવાની ભૂલ કરવાની નથી.

4. ઉલટી અને તાવ
કેટલાક મામલામાં કિડની સ્ટોનને કારણે ઉલટી કે તાવની ફરિયાદ રહે છે. જો આ સમસ્યાને અવગણવામાં આવે તો તેનાથી મુશ્કેલી થઈ શકે છે.

5. પેશાબમાં લોહી પડવું
કિડની સાથે જોડાયેલી સમસ્યા થવા પર પેશાબમાં લોગી આવવા જેવી સમસ્યા થઈ શકે છે. જો તમને પણ પેશાબમાં લોહી પડતું હોય તો તેને નજરઅંદાજ ન કરો અને ડોક્ટરની સલાહ લો.

ડિસ્ક્લેમરઃ સામાન્ય માહિતીના આધારે આ સમાચાર લખવામાં આવ્યા છે. અમારો ઉદ્દેશ્ય માત્ર તમને જાગૃત કરવાનો છે. જો તમને કોઈ મુશ્કેલી હોય તો તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો.


Related Posts

Load more