Kidney Failure: જો બંને કિડની ખરાબ થવા લાગે તો શરીરમાં દેખાય છે આ બદલાવ, ભૂલથી પણ ન કરતા નજરઅંદાજ!

By: Nation Gujarat Team
16 Jul, 2026

Kidney Failure Symptoms: કિડનીની સમસ્યાને લોકો નજરઅંદાજ કરતા હોય છે. શરૂઆતી સમયમાં આ સમસ્યા સામાન્ય લાગે છે, પરંતુ જ્યારે કિડનીની ખામી ડાયગનોજ થાય છે એટલે કે જ્યારે તેની તપાસ થાય છે ત્યાં સુધી બીમારી ગંભીર બની જાય છે. કિડની શરીરની ફિલ્ટર સિસ્ટમ છે, જે શરીરમાંથી ગંદકી બહાર કાઢે છે. જો તમારી કિડની સારી રીતે કામ કરતી નથી તો શરીરના દરેક અંગ પર તેનો પ્રભાવ પડે છે. તેથી શરૂઆતમાં જ કિડનીની સમસ્યાને ઓળખવી અને તેની સારવાર શરૂ કરવી જરૂરી છે. સમય પર સારવાર ન મળવાથી કિડની ફેલિયરની સંભાવના વધી જાય છે. તેવામાં આવો જાણીએ તેવા ક્યા લક્ષણ છે જે જણાવે છે કે કિડનીનું સ્વાસ્થ્ય ઠીક નથી અને કિડની ફેલિયર તરફ વધવા લાગી છે.

કિડની ફેલિયરના શરૂઆતી લક્ષણ
પેશાબની સમસ્યાઃ
 કિડની સારી રીતે કામ ન કરે તો પેશાબ સાથે જોડાયેલી સમસ્યા થવા લાગે છે. વારંવાર પેશાબ લાગવો, પેશાબમાં ફીણ જોવા મળવા, પેશાબના રંગમાં ફેરફાર, પેશાબમાં લોહી જોવા મળવું કિડની ખરાબ થવાના લક્ષણ હોઈ શકે છે.

સોજા આવવાઃ કિડની ખરાબ થવા પર શરીરમાં વોટર રિટેન્શન થવા લાગે છે. આ એક્સેસ ફ્લુઇડ આંખની આસપાસ, પેટ અને પગ પર જમા થવા લાગે છે, જેનાથી દરેક હિસ્સામાં સોજા જોવા મળે છે.

હાઈ બ્લડ પ્રેશરઃ કિડનીની સમસ્યામાં હાઈ બ્લડ પ્રેશરનું પણ કારણ બની શકે છે. તેનાથી કિડનીમાં ઇન્ફ્લેમેશન જેવી સમસ્યા પણ આવે છે.

નબળાઈ અને થાકઃ કિડની ખરાબ થાય છે તો શરીરમાં હંમેશા થાક રહેવા લાગે છે, શરીરમાં નબળાઈનો અનુભવ થાય છે.

ભૂખ ઓછી લાગવીઃ ભૂખ ઓછી લાગે છે, ઉલ્ટી-ઉબકા જેવો અનુભવ થાય છે.

ત્વચા પર અસરઃ કિડનીની સમસ્યામાં ત્વચા પર પણ લક્ષણ જોવા મળે છે. ત્વચા ડ્રાઈ થવા લાગે છે, ત્વચા પર ખંજવાળ આવે છે અને ત્વચાના રંગમાં ફેરફાર જોવા મળે છે, ખાસ કરી ગરદનની પાછળ કાળાશ જોવા મળે છે.

કઈ રીતે થાય છે કિડનીની બીમારીની સારવાર
કિડનીની બીમારીમાં શરૂઆતી તબક્કામાં શરીર પર થનારી સમસ્યાને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાને ખાન-પાન, દવાઓ અને લાઇફસ્ટાઇલમાં ફેરફારકરી સુધારવામાં આવે છે. આ સ્ટેજમાં જો દર્દીનું વજન વધુ છે તો તેને ઘટાડવા પર ભાર આપવામાં આવે છે.

સમસ્યા ગંભીર થવા લાગે છે તો કિડની ખરાબ થવા પર શરીરમાં થયેલા એનીમિયા, ઈલેક્ટ્રોલાઇટ ઇનબેલેન્સ અને એડેમા જેવી સમસ્યાને ઠીક કરવા પર ધ્યાન આપવામાં આવે છે. આ દરમિયાન કિડનીની સ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવે છે.

કિડની ફેલિયરના છેલ્લા તબક્કામાં હેમોડાયલાઇસિસ અને પેરિટોનિયલ ડાયાલિસિસ જેવી સારવાર કરવામાં આવે છે. આ સિવાય કિડની ટ્રાન્સપ્લાન્ટનો પ્રયાસ કરવામાં આવે છે, જેનાથી દર્દીની ક્વોલિટી ઓફ લાઇફમાં સુધાર થઈ શકે.

બંને કિડની ફેલ થવા પર શું થાય છે

  • જો કોઈ વ્યક્તિની બંને કિડની ફેલ થઈ જાય તો તેના શરીરમાં હંમેશા થાક રહે છે અને નબળાઈનો અનુભવ થાય છે.
  • પગમાં સોજા જોવા મળે છે, ચહેરો પણ ફુલાયેલો લાગે છે.
  • હાથ-પગ સુન્ન પડી જાય છે અને હંમેશા ઝણઝણાટ થાય છે.
  • પેશાબની સમસ્યા વધી જાય છે અને ઘણીવાર તો ખુબ ઓછી માત્રામાં પેશાબ આવે છે.
  • ઉલ્ટી જેવી સમસ્યા થાય છે અને દર્દી ખાઈ શકતો નથી.
ડિસ્ક્લેમરઃ આ સમાચાર માત્ર જાગૃત કરવાના ઈદ્દેશ્યથી લખવામાં આવ્યા છે, તે માટે અમે સામાન્ય જાણકારીની મદદ લીધી છે. જો તમને કોઈ સમસ્યા હોય તો નિષ્ણાંત ડોક્ટરની સલાહ લો.)

Related Posts

Load more