Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા,

By: Nation Gujarat Team
11 Nov, 2026

Assam Train Derailment: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે, અસમના ડિગારુ નજીક મિઝોરમથી કોલકાતા જઈ રહેલી કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના એન્જિન સહિત સાત ડબ્બા પાટા પરથી ઉતરી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં અસંખ્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના અંગેની જાણ થતાં જ રેલવે તંત્ર અને સ્થાનિક પ્રશાસને તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

મળતી વિગતો મુજબ, મિઝોરમથી ઉપડીને કોલકાતા તરફ જઈ રહેલી કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસ ટ્રેન અસમ ક્ષેત્રના ડિગારુ નજીક પહોંચી ત્યારે અચાનક ડબ્બા ડીરેલ થઈ ગયા હતા. એન્જિન સહિત સાત ડબ્બા પાટા પરથી ઉતરી જતાં જ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માત દરમિયાન અનેક મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહત ટુકડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કોચમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને રેલ વ્યવહાર પુનઃ શરૂ કરવાના પ્રયાસો ચાલુ છે.

આ દુર્ઘટનાને પગલે સંબંધિત રેલવે રૂટ પર ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી ઝડપી બનાવીને રેલવે ટ્રેકનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ ઘટના રેલવે સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કરે છે અને આગામી સમયમાં તપાસ બાદ જ અકસ્માતનું સાચું કારણ સ્પષ્ટ થશે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score