સૂર્યકુમાર યાદવ મને ઘણી વાર મેસેજ કર્યા કરતો હતો..’, બોલિવૂડ અભિનેત્રીનો ચોંકાવનારો દાવો

By: Nation Gujarat Team
31 Dec, 2025

Khushi Mukherjee on Suryakumar Yadav: ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અત્યારે બે વિપરીત કારણોસર ચર્ચામાં છે. એક તરફ સોશિયલ મીડિયા સ્ટાર અને અભિનેત્રી ખુશી મુખર્જીએ સૂર્યા વિશે એક ચોંકાવનારું નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે, તો બીજી તરફ સૂર્યા તેની પત્ની સાથે ભક્તિભાવમાં ડૂબેલા જોવા મળ્યા છે.

ખુશી મુખર્જીનો વિવાદાસ્પદ દાવો

MTV સ્પ્લિટ્સવિલા ફેમ અને પોતાની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી અભિનેત્રી ખુશી મુખર્જીએ તાજેતરમાં એક ઈવેન્ટમાં દાવો કર્યો હતો કે સૂર્યકુમાર યાદવ તેની સાથે સંપર્કમાં હતો. જ્યારે એક રિપોર્ટરે તેને ક્રિકેટરને ડેટ કરવા વિશે પૂછ્યું, ત્યારે ખુશીએ કહ્યું, ‘મારે કોઈ ક્રિકેટરને ડેટ નથી કરવો. ઘણા ક્રિકેટરો મારી પાછળ રહ્યા છે. સૂર્યકુમાર યાદવ પહેલા મને ઘણા મેસેજ કરતો હતો, પરંતુ હવે અમારી વચ્ચે કોઈ વાતચીત નથી. તેમજ મને કોઈની સાથે નામ જોડીને લિંક-અપમાં રહેવામાં જરાય રસ નથી.’


Related Posts

Load more