ભરશિયાળે ગુજરાતમાં કેસર કેરીનું આગમન! 10 કિલોના ભાવ જાણીને હોશ ઉડી જશે હો

By: nationgujarat
16 Dec, 2025

Mango Auction: ગત શિયાળાની જેમ આ વર્ષે પણ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું વહેલું આગમન થઈ ચૂક્યું છે. ડિસેમ્બર મહિનો પૂરો થાય તે પહેલા જ કેરીની આવક થતાં ખેડૂતો અને વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

ઊંચા ભાવે થઈ હરાજી

માર્કેટિંગ યાર્ડ ખાતે હનુમાનગઢથી લાવવામાં આવેલી કેસર કેરીના એક બોક્સની હરાજી કરવામાં આવી હતી. પરંપરાગત રીતે ગુલાબની પાંદડીઓથી વધાવીને અને મોં મીઠું કરવા માટે પેંડા લાવીને આ વહેલી કેરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દસ કિલોના બોક્સની હરાજીમાં ઊંચો ભાવ બોલીને રૂ. 12,510 માં વેચાણ થયું હતું. આ ભાવ પ્રમાણે, એક કિલો કેસર કેરીનો ભાવ રૂ. 1251 બોલાયો હતો, જે સૂચવે છે કે આ પ્રથમ આવકને બજારમાં ભારે આવકાર મળ્યો છે.


Related Posts

Load more