લોકસભાની ચૂંટણી આવી કે હવે રાજકીય રંગ જામશે તેમા નવાઇ નહી. સત્તાધારી પક્ષ ભાજપ એક બાજુ પાંચ લાખની લીડ કેવી રીતે મળે તે માટે મહેનત શરૂ કરી છે તો કોગ્રેસ અને આમ આદમી પાર્ટી એક બેઠક જીતવા માટે મેદાને ઉતરશે. આમ તો ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો રાજકીય ગણિત પ્રમાણે જોઇએ તો ભાજપ બાજી મારશે જ પણ ભાજપને લીડની શાખ જોઇએ છે તો કોંગ્રેસ અને આપ હવે જનતા વચ્ચે જઇ બેસ તૈયાર કરવાની મથામળ કરે છે.
આજે પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા બેન પટેલ , જિલ્લા પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા , સિટી પ્રમુખ તુષાર ભાઈ , અને હિયેશ ભાઈ , તાલુકા મહિલા પ્રમુખ દૂધીબેન , જિલ્લા મહિલા ઉપપ્રમુખ જોશનાં બેન કમાણી અને અન્ય હોદેદારો ની ઉપસ્થિતિ માં જૂનાગઢ ખાતે સરકાર સામે વિરોઘ પ્રદર્શન કર્ય.આપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, ભાજપ સરકાર એ હંમેશા ની જેમ તંત્ર નો દૂર ઉપયોગ કરી અમારી અટકાયત કરી ,અમારો અધિકાર છે સરકાર સામે આંદોલન કરીયે પણ બંધારણીય અધિકાર નું ખુન કરે છે ભાજપ સરકાર .
રેશ્મા પટેલે જણાવ્યું કે, મોંઘવારી સામે રાહત આપતી આમ આદમી પાર્ટીની લોકહિતની યોજનાઓને રેવડી કહીને મજાક ઉડાવવા વાળી ભાજપે અન્ય રાજ્યોમાં મત મેળવવા માટે રાહતો આપીને બેવડી નીતી અપવાની રહી છે.
છેલ્લા ૩૦ વર્ષથી ભાજપને ખોબલે ને ખોબલે મત આપતી ગુજરાતની જનતાનો, મહિલા ઓ નો શું વાંક છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન માં રાહત અપાતી ભાજપ સરકાર ગુજરાત ની માતાઓ બહેનો સાથે ઘોર અન્યાય કરી રહીયુ છું , ભાજપ સરકાર ની કિન્નાખોરી , ભેદભાવ ની નીતિ સામે અમે દબંગ બની લાડીશુ અને અમારી માંગ છે કેગુજરાતની મહિલાઓ ને રાજસ્થાન ની જેમ 450/- માં ગેસ સિલેન્ડર આપો અને દરેક મહિલાઓને મધ્યપ્રદેશ ની જેમ 3000/- સન્માન રાશી આપોની માંગ સાથે સમગ્ર ગુજરાત માં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે.