યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીની થશે ભવ્ય ઉજવણી, ભગવાન શામળીયાના દર્શન માટે વિશેષ સમયપત્રક જાહેર

By: Nation Gujarat Team
31 Aug, 2026

અરવલ્લી: યાત્રાધામ શામળાજીમાં આગામી જન્માષ્ટમી પર્વની ભવ્ય ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. ભગવાન શામળિયાના દર્શન, આરતી, પંચામૃત અભિષેક સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના દિવસે ભક્તો મોટી સંખ્યામાં શામળાજી મંદિરે દર્શનાર્થે ઉમટી પડે તેવી શક્યતા છે.

જન્માષ્ટમીને લઈને મંદિર તરફથી દર્શન અને વિવિધ ધાર્મિક વિધિઓનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. મંદિર સવારે 6:00 કલાકે ખુલશે અને ભક્તો માટે દર્શન શરૂ થશે. સવારે 6:45 કલાકે ભગવાન શામળિયાની મંગળા આરતી થશે. સવારે 8:30 કલાકે ભગવાન શામળિયાને પંચામૃતથી અભિષેક કરવામાં આવશે. સવારે 9:15 કલાકે શણગાર આરતી થશે. સવારે 11:30 કલાકે મંદિર બંધ થશે અને ભગવાનને રાજભોગ ધરાવવામાં આવશે. બપોરે 12:15 કલાકે: મંદિર ફરી ખુલશે અને રાજભોગ આરતી થશે તેમજ બપોરે 2:15 કલાકે ઉત્થાપન બાદ મંદિર ભક્તો માટે ખુલશે.

સાંજે 7:00 કલાકે સંધ્યા આરતી યોજાશે અને રાત્રે 8:00 કલાકે ભગવાનને શયન ભોગ ધરાવવામાં આવશે. રાત્રે 8:00 કલાકે મંદિર પરિસરમાં લાલજી મહારાજના ભજન-સત્સંગનું આયોજન કરવામાં આવશે. અને રાત્રે 12:00 કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સાથે શયન આરતી યોજાશે અને રાત્રે 1:00 કલાકે મંદિર બંધ થશે.


Related Posts

Load more