વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો

By: nationgujarat
26 Sep, 2023

સાત – સાત દિવસથી મોંઘેરા બનેલ વિઘ્નહર્તાની આન-બાન અને શાન સાથે ભાવભરી વિદાય…
વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સહિત તાબાના મંદિરોમાં મંગળવારનેભાદરવા સુદ-૧૧ એકાદશીના રોજ જલઝીલણી એકાદશીનો ઉત્સવ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાયોહતો. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સાત સાત દિવસથી મોંઘેરા મહેમાન બનેલા વિઘ્નહર્તા દુઃદાળાદેવનું આન-બાન અને શાન સાથે વિર્સજન યાત્રા બેન્ડવાજા તથા નાસિક ઢોલના તાલે ગણપતિ બાપામોર્યા, પુઢચર્યા વરસે લોકરિયા ના ડી.જેના તાલે ભાવભેર વિદાય આપવામાં આવી હતી. મંગળવારે ભાદરવી એકાદશીના શુભદિને બપોરના ૧રઃ૦૦ કલાકે મંદિરના ઘુમ્મટમાં પ પી આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ વતું પૂ.લાલજી મહારાજ પૂ.સૌરભપ્રસાદજી તથા જલઝીલણી મહોત્સવના યજમાન સંધાણાના ચીમનભાઈ પટેલ પરિવારના સભ્યો ધવારા શ્રીહરિકૃષ્ણ મહારાજ તથા ગણપતિદાદાનું પૂજન કરવામાં આવ્યું હતું. પૂજન – આરતી
બાદ ગણપતિ દાદાને વાજતે ગાજતે શણગારેલા ટ્રેક્ટરમાં બિરાજમાન કરાયા હતા. અને સાથે શ્રીહરિકૃષ્ણ મહારાજની મૂર્તિને બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદ, તથા અન્ય ભુદેવો ધ્વારા મુકવામાં આવીહતી. મંદિરના ચોગાનમાં હરિભક્તોનું કીડીયાળું ઉભરાયું હોય તેમ હૈયે હૈયુંભીંસાઈ તેટલા હરિભક્તો ગણપતિ બાપ્પા મોર્યા, અગલે વરસે પઢરિયાના જયઘોષ સાથે બેન્ડવાજા, તથા ડી.જેના તાલે વાજતે ગાજતે ગણપતિ દાદાની વિસર્જન યાત્રા તથા જલઝીલણી એકાદશીની શોભાયાત્રા નીકળી હતી.

 

શણગારેલા ટ્રેક્ટરોમાં સંતો – મહંતો – બેઠા હતા. આ શોભાયાત્રા વડતાલ મંદિરથી રાજમાર્ગો પર ફરી ગોમતી કિનારે પહોંચી હતી. જ્યાં ગોમતી કિનારે તૈયાર કરાયેલ સ્ટેજ પર પ.પૂ.લાલજીમહારાજશ્રી તથા સંપ્રદાયના વરિષ્ઠ સંતો તથા જલઝીલણી એકાદશીના યજમાન પરિવારના સભ્યોધ્વારા ગણપતિ દાદા તથા શ્રીહરિનું પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરના ભુદેવ ધીરેનભાઈ ભટ્ટ ધ્વારા શ્રી હરિકૃષ્ણ મહારાજનું પૂજન તથા કેસર જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાન શ્રીહરિને ગોમતીજીમાં નૌકાવિહાર કરાવવામાં આવી હતી. જ્યારે પૂ.લાલજી મહારાજશ્રી, સંતો અને યજમાન પરિવાર ધ્વારા આરતી ઉતારવામાં આવી હતી. આરતી બાદ બાળધૂન મંડળના
ભૂલકાંઓ ધ્વારા સુંદર નૃત્ય રજુ કરી ઉપસ્થિત સંતો-હરિભક્તોના દિલ જીતી લીધા હતા.આ પ્રસંગે પૂ.લાલજી મહારાજશ્રી , સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકશદાસજી,
પૂ.નીલકંઠચરણ સ્વામી, તથા વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંતવલ્લભ સ્વામીએ પ્રાસંગીક ઉદ્‌બોધનકરી આર્શીવચન પાઠવ્યા હતા. ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી સ્વામી – પુ ગોવિંદ સ્વામી – મેતપુરવાળા , પુ શ્રીવલ્લભ સ્વામી , વિરસદ, પીજ , વિદ્યા નગર , વગેરે જગ્યાએ સંતો ઉપસ્થિત રહ્યા હતા.
પાંચ આરતી બાદ હરિભક્તોને ૬૦૦ કિલો કાકડીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. આપ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તોએ ગોમતીજીમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનુંસંચાલન પૂ.શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું.


Related Posts

Load more