ઇરાનના સુપ્રિમ નેતા અયાતુલ્લાહ ખામેનેઇની ઇઝરાયેલ હત્યા કરી નાખી, આવડા મોટા દેશના સુપિમ લીડરની હત્યા કરવી તે પણ તેના ઘરમાં તે ખરેખર આશ્ચર્ય પમાડે તેવા સમાચાર હતા. આ સમાચાર વાયુ વેગે જ્યારે પ્રસરી રહ્યા હતા ત્યારે સૌ કોઇને સવાલ થતો કે અરે… ન હોય કેવી રીતે ખામેનેઇની હત્યા થઇ?, સૌ કોઇ વિચારે છે કે અમેરિકા-ઇઝરાયેલે કેવી રીતે સટીક નિશાન લગાવ્યું હશે ?. ખામેનેઇ સાથે ઇરાનના ટોપ લીડરનો પણ ખાતમો બોલાવી દીધો છે.
ફાઇનાન્શિયલ ટાઇમ્સે એક રિપોર્ટમાં દાવો કર્યો છે તેના વાંચી કે સાંભળીને આજે સૌ કોઇ લોકો અચંબિત થાય છે. તેમા દાવો કરવામાં આવ્યો છે કે, ઇઝરાયેલ કેટલાય વર્ષો સુધી તહેરાનના ટ્રાફિક કેમેરા સિસ્ટમ હેક કરી લીધી હતી. તહેરાનના ટ્રાફિક કેમારા જ નહી પણ મોબાઇલ નેટવર્ક ને પણ હેક કરી દીધા હતા. આ હેક કરવા પાછળનું કારણ એ હતુ કે કેમેરા અને મોબાઇલ નેટવર્કથી ઇરાનના સુપ્રિમ લીડર અયાતુલ્લાહ ખામેનેઇની પળે પળની માહીત તેમના સુરક્ષાકર્મીઓની માહિતી પર ઇઝરાયલ ધ્યાન રાખી રહ્યુ હતું.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, તહેરાનના મોટા ભાગના ટ્રાફિક કેમેરા ઇઝરાયલે હેક કરી લીઘા હતા. કેમેરાને વિઝ્યુઅલને એન્ક્રિપ્ટ કરી બહાર મોકલવામાં આવતા હતા. જેનાથી તેના પર ધ્યાન રાખવામાં આવતુ હતું કે ખામેનેઇ કયા રૂટ પરથી જાય છે કેટલા વાગ જાય છે ક્યા જાય છે કેટલા સુરક્ષા કર્મી સાથે હોય છે. એટલે કે માનીએ તો માઇક્રો વિગત મેળવાતી હતી.
કેવી રીતે કરવામાં આવ્યું ઓપરેશન સફળ
ઇરાનના સુપ્રિમોની વિગત મેળવવી તે કોઇ નાનુ કામ નથી. આ સુનિયોજીત કામ પાછળ કઇ એકાદ મહિનાનો સમય નથી લાગ્યો. આ ઘણા લાબા સમયથી ચાલતી હતી પ્રક્રિયા. ઇઝરાયલની જાસુસટીમ ઘણા વર્ષો સુધી આ સિસ્ટમ પર કામ કરી રહી હતી. બધા ડેટાથી એ તપાસવામાં આવ્યું કે કયા સમયે કેટલા લોકો ખામેનેઇ પાસે હોય છે, તે કયા જાય છે, કોને મળે છે, કેટલો સમય ક્યા રોકાય છે, તેની રોજીગી કાર્યવાહી મોનીટરીગ કરવામાં આવતી હતી.
કેવી રીતે કેમેરા હથિયાર બન્યા
આજે શહેરોમાં લાગેલા સીસીટીવી કેમેરા ફકત ટ્રાફિક સમસ્યા માટે નથી. જો કોઇ આ સિસ્ટમ હેક કરી લે તો તે કેમેરાથી પળે પળની માહિતી મેળવી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કેમેરાના વિઝ્યુઅલને મેળવી સિધા સર્વર પર મોકલવામાં આવતા એનો અર્થ એ થયો કે તે ડેટા ઇરાનમા રાખવામાં નોહતા આવતા.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ખામેનેઇની તમામ જાણકારી મેળવ્યા પછી સટીક નિશાન લગાવવાનું આયોજન કરવામાં આવ્યું. પરંતુ હજી સુધી ઔપચારીક રીતે આ સમાચારની પૃષ્ટી થઇ નથી.
આજે ઇરાન – ઇઝરાય અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ યુદ્ધનો ચોથો દિવસ છે. આ અહેવાલથી યુદ્ધ સમયે સાયબર વોર પણ એક મહત્વની ભુમિકા બજવતુ હોય છે તે સ્પષ્ટ થઇ ગયું. આ રિપોર્ટથી હવે સવાલ થાય છે કે શું લગાવેલા કેમેરા સુરક્ષીત છે ફોના ટાવર સુરક્ષીત છે કે કેમ આવનાર સમયમાં આ હેકીંગ સિસ્ટમ કોમન થઇ જશે તેમ લાગી રહ્યુ છે