ઈરાનના એક પ્રહારે અમેરિકામાં ખળભળાટ મચાવ્યો, ઈઝરાયલે 4 કલાક યુદ્ધ અટકાવવું પડ્યું

By: Nation Gujarat Team
04 Apr, 2026

Middle East War Update: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં છેલ્લા કેટલાક કલાકોમાં અત્યંત નાટકીય વળાંક આવ્યો છે. ઈરાને અમેરિકાના અત્યાધુનિક F-35 ફાઈટર જેટને તોડી પાડી તેના પાયલટને બંધક બનાવ્યાનો દાવો કર્યો છે, જેના કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે ધર્મસંકટ ઉભું થયું છે. બીજી તરફ, ઈઝરાયલે પણ ઈરાન પરના તેના હુમલા અચાનક ટાળી દીધા છે.

ઈઝરાયલે લેબેનોનમાં કુલ 9 બ્રિજ તોડી પાડ્યા 

ઇઝરાયલ દ્વારા લેબેનોનના નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવીને વધુ બે પુલોનો નાશ કરવામાં આવતા સ્થાનિક લોકો પર તેની ગંભીર અસર પડી રહી છે. દક્ષિણ બેકા ખીણમાં આવેલા સહમર અને મશઘરા ગામોને જોડતા આ પુલો તોડી પાડવામાં આવ્યા છે, જે ઇઝરાયલના વધતા હુમલાઓનું સૂચન કરે છે. આ અગાઉ ઇઝરાયલ લિતાની નદી પરના સાત અન્ય પુલોનો પણ નાશ કરી ચૂક્યું છે, જેના કારણે લેબનોનમાં નાગરિકોની અવરજવર અને આવશ્યક સુવિધાઓ પર મોટી અસર પડી રહી છે.

અમેરિકન પાયલટ બન્યો ‘તુરુપનો એક્કો’

ઈરાની મીડિયાના દાવા મુજબ, IRGC એ અમેરિકાના સ્ટીલ્થ ફાઈટર જેટ F-35 ને તોડી પાડ્યું છે અને તેના પાયલટને જીવતો પકડી લીધો છે. આ સાથે ઈરાને અમેરિકાનું A-10વોર્થોગ વૉરપ્લેન પણ તોડી પાડ્યાનો દાવો કર્યો હતો.

સર્ચ ઓપરેશન: અમેરિકા તેના પાયલટને શોધવા માટે દક્ષિણ ઈરાનમાં બ્લેક હોક હેલિકોપ્ટર અને C-130 વિમાન દ્વારા ઓપરેશન ચલાવી રહ્યું છે.

ઈનામની જાહેરાત: ઈરાને સામાન્ય જનતાને પણ ઓફર આપી છે કે જે કોઈ દુશ્મન પાયલટને જીવતો પકડવામાં મદદ કરશે તેને કિંમતી ઈનામ આપવામાં આવશે.

ઈઝરાયલે કેમ રોક્યા હુમલા?

શુક્રવારે ઈઝરાયલે ઈરાન પર થનારા હવાઈ હુમલાઓ અચાનક 4 કલાક માટે ટાળી દીધા હતા. આ નિર્ણય કોઈ ડરથી નહીં, પણ અમેરિકાના પાયલટોને બચાવવા માટે લેવાયો છે.

કારણ: જો ઈઝરાયલ તે વિસ્તારમાં બોમ્બમારો ચાલુ રાખે તો અમેરિકાની રેસ્ક્યુ ટીમ (CSAR) માટે સર્ચ ઓપરેશન કરવું અશક્ય બની જાય તેમ હતું. અમેરિકા અને ઈઝરાયલ હાલ પાયલટોને જીવતા પાછા લાવવાને પ્રાથમિકતા આપી રહ્યા છે.


Related Posts

Load more