IPL 2024માં આજે ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ) રમાઈ રહી છે. દિવસની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ, ધર્મશાલા રમાઈ રહી છે. જેમાં પંજાબ કિંગ્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. પંજાબે પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ બદવાવ કર્યો નથી. જ્યારે ચેન્નઈએ એક ફેરફાર કર્યો છે. મુસ્તફિઝુર રહેમાનના સ્થાને મિચેલ સેન્ટનરને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું છે. મુસ્તફિઝુર રહેમાન બાંગ્લાદેશ પરત ફર્યો છે.
આજે આ સિઝનમાં બંને ટીમની 11મી મેચ હશે. CSK છેલ્લા 10માંથી 5 જીત્યા બાદ 10 પોઈન્ટ સાથે ટેબલમાં પાંચમા સ્થાને છે. બીજી તરફ PBKS 10માંથી 4 જીત બાદ 8 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે.
દિવસની બીજી મેચ લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ, લખનઉ ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે.
પ્રથમ મેચનો પ્રિવ્યૂ…
પંજાબ તરફથી શશાંક સિંહે સૌથી વધુ રન બનાવ્યા
પંજાબ માટે શશાંક સિંહ અને જોની બેયરસ્ટો સારા ફોર્મમાં છે. બંનેએ 250થી વધુ રન બનાવ્યા છે. શશાંક સિંહ 288 રન બનાવીને ટીમનો ટૉપ રન સ્કોરર છે. તો બોલિંગમાં હર્ષલ પટેલ ટીમનો સૌથી વધુ રન વિકેટ લેનાર ખેલાડી છે. તેણે 10 મેચમાં 14 વિકેટ લીધી છે.ગાયકવાડ ચેન્નઈનો ટૉપ સ્કોરર અને સિઝનમાં કોહલી પછી બીજા નંબરે
ચેન્નઈનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ આ સિઝનમાં ટીમનો ટૉપ સ્કોરર છે અને લીગમાં કોહલી પછી બીજા નંબરે છે. વિરાટ કોહલી બીજા સ્થાને છે. તેના સિવાય શિવમ દુબે પણ શાનદાર ફોર્મમાં છે. તેણે 10 મેચમાં 350 રન બનાવ્યા છે. ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર મુસ્તફિઝુર રહેમાન છે. રિપોર્ટ અનુસાર, રહેમાન આજની મેચમાં નહીં રમે, તે 2 મેના રોજ બાંગ્લાદેશ પરત ફર્યો છે. ઝિમ્બાબ્વે સામેની શ્રેણીની છેલ્લી 2 મેચ માટે તેને બાંગ્લાદેશની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
પિચ રિપોર્ટ
હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ પંજાબનું બીજું હોમ ગ્રાઉન્ડ છે. આ સિઝનમાં પ્રથમ મેચ અહીં રમાશે. અહીં અત્યાર સુધીમાં કુલ 11 IPL મેચ રમાઈ છે. 6 મેચમાં પ્રથમ દાવમાં બેટિંગ કરનારી ટીમ અને 5માં ચેઝ કરતી ટીમ જીતી હતી. અહીં સૌથી વધુ ટીમનો સ્કોર 232/2 છે, જે પંજાબે 2011માં બેંગલુરુ સામે બનાવ્યો હતો.
હવામાન સ્થિતિ
રવિવારે ધર્મશાળામાં હવામાન સારું રહેશે નહીં. વરસાદની 60% શક્યતા છે. પવનની ઝડપ 11 કિમી પ્રતિ કલાક રહેશે. મેચના દિવસે અહીંનું તાપમાન 17 થી 23 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
પંજાબ કિંગ્સ (PBKS): સેમ કરન (કેપ્ટન), જોની બેયરસ્ટો, રિલી રૂસો, શશાંક સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, રાહુલ ચહર, કાગીસો રબાડા અને અર્શદીપ સિંહ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: પ્રભસિમરન સિંહ, હરપ્રીત સિંહ ભાટિયા, તનય ત્યાગરાજન, વિદ્વથ કાવેરપ્પા, ઋષિ ધવન.
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, ડેરીલ મિચેલ, શિવમ દુબે, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની(વિકેટકીપર), મિચેલ સેન્ટનર, શાર્દૂલ ઠાકુર, રિચર્ડ ગ્લેસન અને તુષાર દેશપાંડે.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: સમીર રિઝવી, સિમરજીત સિંહ, શેખ રશીદ, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી.
પંજાબે ટૉસ જીત્યો, CSKમાં મુસ્તફિઝુરની જગ્યાએ સેન્ટનરને સ્થાન
પંજાબ કિંગ્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. પંજાબે પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ બદવાવ કર્યો નથી. જ્યારે ચેન્નઈએ એક ફેરફાર કર્યો છે. મુસ્તફિઝુર રહેમાનના સ્થાને મિચેલ સેન્ટનરને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું છે. મુસ્તફિઝુર રહેમાન બાંગ્લાદેશ પરત ફર્યો છે.