IPL Opening ceremony : જાણો ક્યાં ક્યારે અને કઈ રીતે જોઈ શકશો ઓપનિંગ સેરેમની, આ સ્ટાર ઝલવો દેખાડશે

By: nationgujarat
22 Mar, 2024

ક્રિકેટ ચાહકોની સીઝન શરુ થઈ ચુકી છે. દુનિયાની સૌથી ચર્ચિત ટી 20 લીગ આઈપીએલની 17મી સીઝન આજથી શરુ થશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. ચેપોકના આ મેદાન પર અનેક બોલિવુડ સ્ટાર પોતાનો ઝલવો દેખાડશે.રિપોર્ટ્સનું માનીએ તો ભારતીય સંગીતકારો સોનુ નિગમ, એઆર રહેમાન સિવાય બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પણ આઈપીએલ સિઝનની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરવાના છે.

આઈપીએલ 2024ની ઓપનિંગ સેરેમની ક્યારે શરુ થશે.

આઈપીએલ 2024ની ઓપનિંગ સેરેમની શુક્રવાર 22 માર્ચના રોજ સીએસકે અને આરસીબીની મેચ પહેલા શરુ થશે.

આઈપીએલ 2024ની ઓપનિંગ સેરેમની કેટલા વાગ્યે શરુ થેશ.

આઈપીએલ 2024ની ઓપનિંગ સેરેમની ભારતીય સમયઅનુસાર સાંજે 6:30 કલાકે શરુ થશે.

આઈપીએલ 2024ની ઓપનિંગ સેરેમની ક્યાં યોજાશે.

આઈપીએલ 2024ની ઓપનિંગ સેરેમની સીએસકે અને આરસીબીના મેચ પહેલા ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટિડમમાં શરુ થશે.

આઈપીએલ 2024ની ઓપનિંગ સેરેમની લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકશો.

આઈપીએલ 2024ની ઓપનિંગ સેરેમનીનો લાઈવ ટેલિકાસ્ટ ભારતમાં સ્ટાર સ્પોર્ટસની તમામ ચેનલ પર જોઈ શકશો.

આઈપીએલ 2024ની ઓપનિંગ સેરેમનીનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકશો.

આઈપીએલ 2024ની ઓપનિંગ સેરેમની ભારતમાં જિઓસિનેમા એપ પર જોઈ શકાશે.

આ વખતે આઈપીએલમાં 74 મેચ રમાશે

એમએસ ધોનીની ટીમ આ પહેલા 2009, 2011, 2012, 2018, 2019, 2020, 2022 અને 2023માં ચેમ્પિયન બની ચૂકી છે. RCB vs CSK મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ વધી રહ્યો છે,આ વખતે આઈપીએલમાં 74 મેચ રમાશે. આ વખતે આઈપીએલ ભારતની 12 જગ્યાઓ પર રમાશે. તમને જણાવી દઈએ કે, ચૂંટણીને લઈ માત્ર એક જ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.


Related Posts

Load more