આજે મુંબઇના વાનખેડા સ્ટેડિયમમાં આઇપીએલની બીજી મેચ રમાશે આ મેચ MI અને KKR વચ્ચે રમાવાની છે. આજે મુંબઇ ની ટીમ માટે સવાલ એ થઇ રહ્યો છે કે શું તે તેમની પ્રથમ મેચ જીતશે, 5 વખત ચેમ્પિયન રહેલી મુબઇ ઇન્ડિયનની ટીમ આઇપીએલના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ માનવામાં આવે છે. પરંતુ તમને પણ જાણીને નવાઇ લાગશે કે MI પાછલી 13 સિઝનમાં તેની પહેલી મેચ જીતી નથી શકી. હવે રવિવારે રમાનાર બીજી મેચ પણ મુંબઇ ઇન્ડિયન માટે પ્રથમ મેચ છે જેથી સવાલ થઇ રહ્યો છે કે શું તેઓ જીતશે
KKR ના સહાયક કોચ શેન વોટસને પણ આ રેકોર્ડ વિશે મજાક કરતા કહ્યું, “આશા છે કે, મુંબઈ ઈન્ડિયન્સનો હારનો સિલસિલો ચાલુ રહેશે. જોકે, અમે વાનખેડે ખાતે રમી રહ્યા છીએ, જે તેમનો ગઢ છે. અહીં તેમને હરાવવા સરળ નથી.”
મુંબઈ ઈન્ડિયન્સે ૧૮ સીઝનની શરૂઆતના મેચોમાંથી ૧૪ મેચ ગુમાવી છે. ટીમ ૨૦૦૮માં પણ તેમની પહેલો આઈપીએલ મેચ હારી ગઈ હતી, જ્યારે તેમનો આરસીબી સામે પાંચ વિકેટથી પરાજય થયો હતો. મુંબઈએ છેલ્લે ૨૦૧૨માં ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સને આઠ વિકેટથી હરાવીને પોતાની પહેલી મેચ જીતી હતી.
જોકે, વાનખેડે ખાતે મુંબઈ ઈન્ડિયન્સનો રેકોર્ડ મજબૂત છે. ટીમે ત્યાં 92 મેચોમાંથી 57 મેચ જીતી છે, જેમાં જીતનો ટકાવારી 62 ટકા છે. આમ છતાં, મુંબઈએ ઘરઆંગણે પોતાની પહેલી ચાર મેચ હારી છે.
રવિવારની મેચને મુંબઈ માટે આ રેકોર્ડ બદલવાની સૌથી મોટી તક માનવામાં આવે છે. કાગળ પર KKRની બોલિંગ મજબૂત દેખાતી હતી, પરંતુ ટીમને ઘણી મોટી નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો છે. મથિશા પથિરાના હજુ સુધી ટીમમાં જોડાઈ નથી, હર્ષિત રાણા આખી સીઝન માટે બહાર છે, અને મુસ્તફિઝુર પણ બહાર છે.