IPL 2025 મેગા ઓક્શન વચ્ચે જય શાહને મળી મોટી ખુશખબરી

By: nationgujarat
25 Nov, 2024

BCCI Secretary Jai Shah become father : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આઈપીએલ 2025 નું મેગા ઓક્શન સાઉદી અરબના જેદ્દામાં થઈ રહ્યું છે. સાઉદી અરબના જેદ્દામાં ઈન્ડિયન પ્રીમિયર લીગના ઓક્શનમાં ધમાકેદાર માહોલ છે. ફ્રેન્ચાઈઝી ખેલાડીઓ પર બોલી લગાવી રહી છે. રિષભ પંત અને શ્રેયસ અય્યર માટે સૌથી વધારે બોલી લાગતા, તેમણે તમામ રેકોર્ડ તોડ્યા છે. આઈપીએલ મેગા ઓક્શન માટે ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ (Jay Shah) અને અધ્યક્ષ રોજર બિન્ની સહિત અનેક પદાધિકારીઓ હાલ જેદ્દામાં છે. મેગા ઓક્શન વચ્ચે BCCI ના સચિવ જય શાહને મોટી ખુશખબરી મળી છે. જય શાહના ઘરે એક નાનકડા દીકરાનું આગમન થયું છે. જય શાહના ઘરે એક નાનકડો મહેમાન આવ્યો છે. તેમની પત્નીએ દીકરાને જન્મ આપ્યો છે. જય શાહ પહેલેથી જ બે દીકરીઓના પિતા છે. આવામાં તેના ઘરે ત્રીજા દીકરાનું આગમન થયું છે. આ ખુશીના પ્રસંગે ક્રિકેટ જગત તરફથી તેમને અભિનંદન મળી રહ્યાં છે.

બિઝનેસની દીકરી સાથે જય શાહના લગ્ન
જય શાહની પત્નીનું નામ ઋષિતા પટેલ છે. બંનેના લગ્ન વર્ષ 2015 માં થયા હતા. તેમના લગ્નમાં અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. ત્યારે અમિત શાહ ભાજપના અધ્યક્ષ હતા. જય શાહના પત્ની ઋષિતા પટેલ બિઝનેસમેન ગુણવંત પટેલના દીકરી છે. ઋષિતા અને જય શાહ પહેલા કોલેજના મિત્ર હતા. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને બાદમાં પરિવારની સહમતીથી તેમના લગ્ન થયા હતા. જેના બાદ વર્ષ 2015 માં પરિવારની સહમતીથી લગ્ન થયા હતા. તેમના પરિવારમાં બે દીકરીઓ છે. હવે દીકરાનું આગમન થયું છે.

તમને જણાવી દઈએ કે દેશના જાણીતા નેતા હોવા છતાં અને બીસીસીઆઈમાં આટલું પ્રતિષ્ઠિત પદ ધરાવતા હોવા છતાં જય શાહ મીડિયાથી ચોક્કસ અંતર જાળવી રાખે છે અને તેમનો આખો પરિવાર પણ લાઈમલાઈટથી દૂર રહે છે. જય શાહના પત્નીના ઋષિતા પટેલ પણ લાઈમલાઈટથી દૂર રહે છે.


Related Posts

Load more