IPLમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટરને ઝટકો, કેપ્ટન પદ છીનવતાં ટીમે રિલીઝ કર્યો, મેગા ઓક્શનમાં જોડાશે

By: nationgujarat
18 Oct, 2024

IPL 2025 : આગામી IPL 2025 માટેના મેગા ઓક્શનનું આયોજન ડીસેમ્બર મહિનામાં થઈ શકે છે. મેગા ઓક્શનને લઈને તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ ટીમો પોતાના ખેલાડીઓને રિટેન કરવા અંગે ચર્ચા કરી રહી છે. આ દરમિયાન વિકેટકીપર બેટર કે.એલ રાહુલ અને ધ્રુવ જુરેલને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. હાલમાં કે.એલ રાહુલ આઈપીએલમાં લખનૌ ટીમનો ભાગ છે. જ્યારે ધ્રુવ જુરેલ રાજસ્થાન રોયલ્સની ટીમમાં  છે.

આ વખતે BCCIના નવા નિયમો અનુસાર ટીમો રિટેન્શન અને આરટીએમ દ્વારા વધુમાં વધુ 6 ખેલાડીઓને રિટેન કરી શકશે. જેમાં તેમણે અનકેપ્ડ ખેલાડીઓને પણ સામેલ કરવા પડશે. આ સિવાય તેઓ ભારતીય અથવા વિદેશી ખેલાડીઓને રિટેન્શનમાં સામેલ કરી શકે છે.

મળતી માહિતી અનુસાર કે.એલ રાહુલ IPL મેગા ઓક્શનનો હિસ્સો બની શકે છે. તે છેલ્લી ત્રણ સિઝનથીમાં LSGનો ભાગ હતો. જેમાં બે સિઝન તે ટીમનો કેપ્ટન પણ રહ્યો હતો. જયારે ત્રીજી સિઝનના તેણે કેપ્ટનશીપ છોડવી પડી હતી. આ સમયગાળા દરમિયાન તેના LSGના માલિક સંજીવ ગોયન્કા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ત્યારથી એવું માનવામાં આવી રહ્યું હતું કે, રાહુલ આઈપીએલ 2025માં કોઈ અન્ય ટીમ માટે રમતો જોવા મળી શકે છે. અગાઉ રાહુલ આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચૂક્યો છે.છેલ્લી કેટલીક સીઝનમાં ધ્રુવ જુરેલે રાજસ્થાન રોયલ્સ માટે સારું પ્રદર્શન કર્યું છે. તેણે એક સારા મેચ ફિનિશર તરીકે  પોતાને સાબિત કર્યા છે. પરંતુ એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે રાજસ્થાન રોયલ્સ તેને રિટેન કરવા માંગતી નથી. જેને લઈને તે પણ IPL ઓક્શનનો પણ ભાગ બની શકે છે.


Related Posts

Load more