Indian Railway New Rule: 1 ઓક્ટોબરથી આ વસ્તુ વિના ટ્રેનમાં મુસાફરી ભારે પડી જશે, ધ્યાનથી વાંચી લો આ જાણકારી

By: Nation Gujarat Team
30 Sep, 2026

Indian Railway New Rule: 1 ઓક્ટોબરથી ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પોતાની સાથે ફક્ત ટિકિટ રાખો કે નહીં ચાલે. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પોતાનું ઓરીજનલ આઈડી પ્રૂફ પણ રાખવું પડશે. ભારતીય રેલ્વે એ  નવો પ્લાન જાહેર કર્યો છે જે અંતર્ગત ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ફક્ત ટિકિટ 4 નહીં પણ ઓરીજનલ આઈડી પ્રૂફ સાથે રાખવું પણ જરૂરી છે. ટિકિટ ચેકિંગ કરવા આવેલા ટીટીઈ ફક્ત ટિકિટ નહીં પરંતુ તમારું ઓરીજનલ આઈડી પ્રૂફ પણ ચેક કરશે. જો આઈડી પ્રૂફ નહીં હોય તો યાત્રા કરવા પર દંડ પણ લાગી શકે છે. ભારતીય રેલવેનો આ નવો નિયમ શું છે અને તેને શા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે ચાલો જાણીએ.

1 ઓક્ટોબર 2026 થી 31 ઓક્ટોબર સુધી એટલે કે એક મહિના સુધી ભારતીય રેલવે એ વિશેષ ટિકિટ ચેકિંગ અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત 1 ઓક્ટોબરથી ટ્રેનમાં મુસાફરી કરતા દરેક વ્યક્તિએ ટિકિટની સાથે પોતાની સાથે ઓરીજનલ આઈડી પ્રૂફ રાખવું પણ જરૂરી હશે. આ ચેકિંગ દરેક જગ્યાએ થશે પરંતુ સૌથી વધારે ફોકસ 4 કેટેગરીમાં વિશેષ ટિકિટ સાથે મુસાફરી કરતા લોકો પર રહી શકે છે.

ડિસ્કાઉન્ટ અને સ્પેશિયલ કોટાની ટિકિટ 

જો કોઈ વ્યક્તિ ખાસ પ્રકારના ડિસ્કાઉન્ટ કે પછી સ્પેશિયલ રિઝર્વેશન કોટા અંતર્ગત ટિકિટ બુક કરાવીને મુસાફરી કરે છે તો ટીટીઈ ટિકિટ અને આઈડી પ્રૂફ ચેક કરીને એ જાણશે કે મુસાફરી કરનાર વ્યક્તિ ખરેખર તે ડિસ્કાઉન્ટ કે કોટાનો હકદાર છે કે નહીં. તેના માટે ડિસ્કાઉન્ટ અને કોટાની ટિકિટ લેનાર વ્યક્તિએ તેની પાત્રતા પ્રમાણ કરતું પ્રૂફ પણ દેખાડવું પડશે.

પાસ અને પીટીઓ પર મુસાફરી 

રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારને ઈ પાસ અને પી.ટી.ઓ જેવી સુવિધા આપવામાં આવે છે. આ સુવિધાનો લાભ લઈને મુસાફરી કરતા લોકોએ પણ પોતાનું ઓરીજનલ આઈડી દેખાડવું અનિવાર્ય હશે. સાથે જ મુસાફરી કરતા પહેલા એ નક્કી કરવું પડશે કે ઈ પાસ યોગ્ય રીતે ટ્રાવેલ કરવા માટે બદલવામાં આવ્યો છે કે નહીં.

ફેમિલી ટિકિટ કે ગ્રુપ ટિકિટ 

રેલવેમાં ગ્રુપ અને ફેમિલી ટિકિટ પર પણ મુસાફરી થતી હોય છે. જેમાં એક ટિકિટ પર ચાર કે પાંચ લોકો મુસાફરી કરી શકે છે. આ રીતે થયેલા ગ્રુપ બુકિંગમાં પણ ઓછામાં ઓછા એક વ્યક્તિ પાસે ઓરિજનલ આઈડી કાર્ડ હોવા જરૂરી હશે. ગ્રુપ કે ફેમિલી ટિકિટ બુક કરાવનાર પાસે આઈડી નહીં હોય તો ગ્રુપ ટિકિટ પર મુસાફરી કરતા બધા જ લોકોને ટિકિટ વિના મુસાફરી કરતા ગણી લેવામાં આવશે અને તેમને દંડ ફટકારવામાં આવી શકે છે.

જનરલ અને ટિકિટ 

રિઝર્વેશન વિનાની ટિકિટો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. જનરલ અને રિઝર્વેશન વિનાની ટિકિટ પર ટીટીઇને શંકા જશે તો તે તુરંત જ એપ વડે ટિકિટ સાચી છે કે નહીં તે જ ચેક કરશે. જો આ ટિકિટ પર મુસાફરી કરતા લોકોમાં આગળ જોવા મળશે તો તેમને પણ દંડ થઈ શકે છે

કયા આઈડી પ્રૂફ સાથે રાખવા જરૂરી ?

1 ઓક્ટોબરથી રેલવેમાં મુસાફરી કરતી વખતે ટિકિટની સાથે  ઓરીજનલ વોટર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, પેન કાર્ડ, ફોટો સાથે બેંક પાસબુક, સરકારી માન્યતા પ્રાપ્ત કોલેજના વિદ્યાર્થી તરીકેનું આઇડી કાર્ડ રાખી શકાય છે. આમાંથી કોઈ પણ એક ઓરિજિનલ આઈડી કાર્ડ રાખવું ફરજિયાત હશે.


Related Posts

Load more