આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે ખોટો સાબિત થયો હતો. આખી ટીમ પહેલા જ દિવસે 150 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ હવે પ્રથમ દાવમાં વેસ્ટ ઈન્ડિઝ પર 162 રનની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમ માટે પ્રથમ દાવમાં કેપ્ટન રોહિત શર્માએ 221 બોલમાં 103 રનની સદી ફટકારી હતી.
જ્યારે યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. વિદેશી ધરતી પર ઓપનર તરીકે સદી ફટકારનાર તે પ્રથમ ભારતીય બન્યો છે. એકંદરે ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર ત્રીજો ભારતીય ઓપનર બન્યો. તેના પહેલા શિખર ધવન અને પૃથ્વી શૉ ઓપનર તરીકે ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી ચૂક્યા છે. પરંતુ આ સદી ઘરેલું ટેસ્ટમાં આવી.મેચમાં (13 જુલાઈ) બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 2 વિકેટે 312 રન બનાવી લીધા છે. ઓપનર યશસ્વી જયસ્વાલ (143) અને વિરાટ કોહલી (36) અણનમ છે.