India vs Pakistan Records, World Cup: ભારત-પાકિસ્તાન મેચમાં બન્યા 13 અદ્ભુત રેકોર્ડ

By: nationgujarat
15 Oct, 2023

ICC ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની અદમ્ય જુગલબંદી ચાલુ છે. વર્લ્ડ કપ 2023માં, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે (14 ઓક્ટોબર) ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 7 વિકેટે જીત મેળવી હતી.

વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. ભારતની જેમ પાકિસ્તાની ટીમે પણ વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. આ રીતે, બંને માટે આ એક મોટો રેકોર્ડ છે.

આવા 13 મોટા રેકોર્ડ છે જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં બન્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ વનડેમાં સિક્સર કિંગ બની ગયો છે. તે 300 કે તેથી વધુ સિક્સર મારનાર પ્રથમ ભારતીય બની ગયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ તેના નામે છે. ચાલો જાણીએ આ મેચમાં બનેલા 13 અદ્ભુત રેકોર્ડ વિશે…

વિશ્વકપમાં એક ટીમની સામે હારજીતનો રેકોર્ડ

8-0 પાકિસ્તાન – શ્રીલંકા

8-0 ભારત- પાકિસ્તાન

6-0 વેસ્ટઇન્ડિઝ – ઝિમ્બાવે

6-0 ન્યુઝિલેન્ડ – બાંગ્લાદેશ

વિશ્વકપમાં ભારતની પાકિસ્તાન સામે જીત

માર્ચ 1992 – સિડની 43 રનથી હરાવ્યું

માર્ચ 1996- બેગ્લુરુ 39 રનથી  હરાવ્યું

જૂન 1999-  મૈનચેસ્ટર   47રનથી હરાવ્યુ

માર્ચ 2011 – મોહાલી 29 રનથી હરાવ્યું

ફેબ્રુઆરી 2015 એડલીડ – 76 રનથી હરાવ્યું

જૂન 2019 મેનચેસ્ટર  -89 રનથી હરાવ્યું

ઓક્ટોમ્બર 2024 અમદાવાદ – 7 વિકેટથી હરાવ્યું

વિશ્વકરમાં સૌથી વધુ સિક્સ

ઓસ્ટ્રલિયા – સાઉથ આફ્રિકા – લખનૌ

પાકિસ્તાન – ભારત – અમદાવાદ

પાવરપ્લેમાં પાકિસ્તાને 18 મેચમાં એક પણ સિક્સ નથી ફટકારી શકી જયારે રોહીત શર્માની 16 મેચમાં 27 છક્કા

વન ડેમાં પાકિસ્તાનનીઓનું ખરાબ પ્રર્દર્શન

36 રનમાં 8 વિકેટ અમદાવાદ 2023માં

વિશ્વકપમાં ત્રીજી  વખત ભારતના બોલરોએ 2-2- વિકેટ મળી

વિશ્વકપ માં 300 થી વધુ સિક્સ મારનાર ખિલાડી

ગેલ -49

ડિવિલિયર્સ-37

રોહિત શર્મા -34

વિશ્વકપમાં એક જ મેચમાં 5 થી વધુ સિક્સ મારનાર  ભારતીય ખિલાડી

3 વખત રોહિત , 2 વખત સચિન, 2 – સૌરવ

રોહિત શર્માં 2023માં સૌથી વધુ રન બનાવનાર સુકાની

 

 

 

 


Related Posts

Load more