INDIA VS PAKISTAN – ટોસ જીત્યુ ભારત જીત્યુ છે. પાકિસ્તાનની ટીમ પહેલા બોલીંગ કરશે. ટીમ ઇન્ડિયામાં ફકત એક જ બદલાવ છે ગીલ નો સમાવેશ કર્યો છે ઇશાન કિશાનની જગ્યાએ બાકી ટીમ એજ છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), ઈમામ-ઉલ-હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન શાહ આફ્રિદી અને હારિસ રઉફ.
અમદાવાદનું સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરાઇ ગયુ છે ચારેય બાજુ બ્લુ કલરની ભારતની જ ટીર્શટથી ભારતને સપોર્ટ કરવા દર્શકો પહોંચ્યા છે. સ્ટેડિયમમાં માત્ર … જીતેગા તો ભારતના જ નારા સંભળાય છે.
સંજય માંજરેકર અને મેથ્યુ હેડને પિચ રિપોર્ટમાં જણાવ્યું કે પિચ કાળી માટીની છે, જેનો અર્થ છે કે ઘણા રન બનાવાશે. આ બેટ્સમેન માટે અનુકૂળ પીચ છે જેના પર 300 થી વધુ રન બનાવાશે.
આ સાથે દેશ વિદેશના ક્રિકેટ ચાહકો પણ અમદાવાદ પહોંચી ગયા છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. ત્યારે અમદાવાદની મેટ્રો ટ્રેન હાલ ખીચોખીચ ચાલી રહી છે. અંદર પગ મૂકવાની પણ જગ્યા નથી. જ્યારે મેટ્રોમાં બેસવા માટે પણ બીજી ટ્રેનની રાહ જોવી પડી રહી છે.
ટીમ
શર્મા, ગીલ,