મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 235 રન જ બનાવી શકી હતી. રવિન્દ્ર જાડેજાએ પાંચ અને વોશિંગ્ટન સુંદરે ચાર વિકેટ ઝડપી હતી.
ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસનું પ્રથમ સેશન ભારતના નામે રહ્યું હતું. ન્યૂઝીલેન્ડે 3 વિકેટના નુકસાન પર 92 રન બનાવ્યા હતા, આ ત્રણ સફળતાઓમાંથી બે વિકેટ વોશિંગ્ટન સુંદરની અને એક વિકેટ આકાશદીપને ગઈ હતી. લંચ બ્રેક બાદ રવિન્દ્ર જાડેજાએ વિલ યંગ (71)ને આઉટ કરીને ભારતને ચોથી સફળતા અપાવી. જાડેજાએ 45મી ઓવરમાં બ્લંડેલનો પણ શિકાર કર્યો હતો. ત્યારબાદ જાડેજાએ 53મી ઓવરમાં ગ્લેન ફિલિપ્સને બોલ્ડ કર્યો હતો. ટી-બ્રેક પછી જાડેજાએ પોતાની 20મી ઓવરમાં ઈશ સોઢી અને મેટ હેનરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આમ ન્યુઝીલેન્ડની બેટીંગ 235 રનમા સમેટાઇ છે જેમા જાડેજા ની પાંચ અને સુંદરની 4 વિકેટનુ મહત્વનુ યોગદાન રહ્યુ છે હાલ ભારતની બેટીંગ શરૂ થઇ છે.