Petrol Consumption: ભારતમાં એક દિવસમાં કેટલા લિટર પેટ્રોલનો ઉપયોગ થાય છે? આંકડો જોઈને તમારું માથું ફરી જશે

By: Nation Gujarat Team
19 May, 2026
Petrol Consumption: વૈશ્વિક તેલ સંકટ દિવસેને દિવસે ગંભીર બની રહ્યું છે, કારણ કે હોર્મુજ સ્ટ્રેટની આસપાસ વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારોમાં અસ્થિરતા વધી છે. આ સ્થિતિએ આખી દુનિયામાં ચિંતા વધારી દીધી છે. આવું એટલા માટે કારણ કે વિશ્વના કુલ ક્રૂડ ઓઇલ વેપારનો મોટો ભાગ આ જ રસ્તેથી પસાર થાય છે, તેથી આ વિસ્તારમાં કોઈ અડચણ આવે તો તેની આખી દુનિયા પર અસર વર્તાવા લાગે છે. જોકે, અમેરિકાએ પહેલા જ રશિયા સહિત કેટલાક દેશો પરના તેલ એક્સપોર્ટ સંબંધિત પ્રતિબંધોમાં અમુક શરતો સાથે છૂટછાટ આપી છે, જેના કારણે ભારતને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખવાની મંજૂરી મળી છે. ત્યારે ચાલો જાણીએ ભારતમાં દરરોજ કેટલા લિટર પેટ્રોલનો ઉપયોગ થાય છે.
ભારતમાં દરરોજ કેટલા લિટર પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે? – પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના તાજેતરના આંકડા અનુસાર, ભારતમાં દરરોજ લગભગ 130 મિલિયન લિટર પેટ્રોલનો વપરાશ થાય છે. વાર્ષિક ધોરણે જોઈએ તો આ આંકડો 47.5 બિલિયન લિટરની આસપાસ પહોંચે છે. ભારતમાં ડીઝલની ખપત તો આનાથી પણ વધારે છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં દરરોજ લગભગ 290થી 300 મિલિયન લિટર ડીઝલનો ઉપયોગ થાય છે. આ પેટ્રોલની દૈનિક ખપત કરતા ડબલ કરતા પણ વધારે છે.ભારતની ઊર્જા સુરક્ષાની સામે સૌથી મોટા પડકારમાંથી એક આયાતી ક્રૂડ ઓઈલ (Imported crude oil) પરની નિર્ભરતા છે. રિપોર્ટ્સ અનુસાર, ભારત પોતાની ક્રૂડ આઈલની જરૂરિયાતનો લગભગ 80%થી 85% ભાગ વિદેશમાંથી આયાત કરે છે, એટલે કે વિદેશમાંથી મંગાવે છે. ઈધણની વધતી માંગને પૂરી કરવા માટે ભારતને દરરોજ લગભગ 5થી 5.5 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની જરૂર પડે છે. આ ક્રૂડ ઓઈલને રિફાઈન કરીને પેટ્રોલ, ડીઝલ, ATF અને બીજા પેટ્રોલિયમ ઉત્પાદન બનાવવામાં આવે છે.
માંગ વધુ, સપ્લાય અને ઉત્પાદન ઓછું – છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં સ્થાનિક ઈંધણની માંગ, સ્થાનિક ઉત્પાદન અને સપ્લાયમાં થયેલા વધારાની સરખામણીમાં ઝડપથી વધી રહી છે. એક તરફ પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉત્પાદનમાં કથિત રીતે માત્ર લગભગ 0.4%નો વધારો થયો છે, તો બીજી તરફ પેટ્રોલિયમ ઉત્પાદનોના વપરાશમાં ઘણો વધારો થયો છે. માંગ અને સપ્લાય વચ્ચે વધતું અંતર તેલ આયાત અને વિતરણ વ્યવસ્થા પર દબાણ વધારી રહ્યું છે.

ભારત પાસે કેટલો સ્ટોક છે? – ઈમરજન્સીની સ્થિતિ અને સપ્લાયમાં વિક્ષેપનો સામનો કરવા માટે ભારત રણનીતિક અને વાણિજ્યિક બંને પ્રકારનો સ્ટોક રાખે છે. સરકાર અને ઓઈલ કંપનીઓના જણાવ્યા અનુસાર, દેશની પાસે અત્યારે લગભગ 60 દિવસ સુધી સ્થાનિક માંગને પૂરી કરે એટલો પેટ્રોલ-ડીઝલનો સ્ટોક છે.

Related Posts

Load more