વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડકપની સેમિફાઈનલમાં સદી પૂરી કરી છે. વિરાટની કારકિર્દીની આ 50મી સદી છે. તે ODI ક્રિકેટમાં સૌથી વધુ વખત 100 રનનો આંકડો પાર કરનાર બેટ્સમેન બની ગયો છે. વિરાટે સચિન તેંડુલકર (49 સદી)નો રેકોર્ડ તોડ્યો.
શ્રેયસ અય્યર 70 બોલમાં 105 રન કર્યા જેમાં 8 સિક્સ અને 4 ફોર નો સમાવેશ છે અય્યરની ફાયર બેટીંગથી ટીમ મજબૂત સ્કોર કરી શક્યુ છે દેશ માટે અય્યરની સદીએ ટીમની જીતવાની શક્યતા વધારી દીધી છે.
વિરાટ કોહલી 113 બોલમાં 117 રન બનાવીને આઉટ થયો. તેને ટિમ સાઉથીએ ડેવોન કોનવેના હાથે કેચ કરાવ્યો હતો. કોહલીએ અય્યર સાથે 128 બોલમાં 163 રનની ભાગીદારી કરી. કોહલીએ તેની 50મી ODI સદી ફટકારી.કેપ્ટન રોહિત શર્મા 47 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે શુભમન ગિલ 79 રન બનાવીને રિટાયર હર્ટ થયો.
ન્યુઝિલેન્ડની બોલીગ જોઇએ તો
ટ્રેન્ટ બોલ્ટ – 10 ઓવર 86 રન એક વિકટ , ટીમ સાઉથી – 10 ઓવર 100 રન 3 વિકેટ , મિચેલ સેન્ટનર 10 ઓવર 51 રન , ફરગ્યુસન – 8 ઓવર 65 રન , રવિન્દ્ર 7 ઓવર 60 રન ,ફિલીપ્સ 5 ઓવર 33 રન
Fall of wickets: 1-71 (Rohit Sharma, 8.2 ov), 1-164 (22.4 ov), 2-327 (Virat Kohli, 43.6 ov), 3-381 (Shreyas Iyer, 48.5 ov), 4-382 (Suryakumar Yadav, 49.1 ov) •
વિરાટનો વિરાટ રેકોર્ડ, ગોડ ઑફ ક્રિકેટનો રેકોર્ડ તોડ્યો
આ જનરેશનના મહાન બેટર વિરાટ કોહલીએ તેના આઇડલ સચિન તેંડુલકરનો વધુ એક રેકોર્ડ તોડ્યો છે. વિરાટે સચિનના વન-ડેમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડીને વધુ એક શિખર સર કર્યું છે. આ મહાન બેટરે પોતાની વન-ડે કરિયરની 50મી સદી અને ઈન્ટરનેશનલ કરિયરની 80મી સેન્ચુરી પૂરી કરી છે. કોહલી વિશ્વનો પહેલો બેટર બની ગયો છે, જેણે વન-ડેમાં 50 સદી પૂરી કરી હોય.
પાવરપ્લેમાં ભારતે 8.4ના રન રેટથી બેટિંગ કરી, એક વિકેટ પણ ગુમાવી
પાવરપ્લેમાં ભારતે ઝડપી શરૂઆત કરી હતી. ટીમે પ્રથમ 10 ઓવરમાં 8.4ના રન રેટથી બેટિંગ કરી હતી. ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે પહેલી જ ઓવરમાં 10 રન બનાવી ન્યૂઝીલેન્ડ પર દબાણ બનાવ્યું હતું.
ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉથીનો શોર્ટ સ્પેલ 5 ઓવર સુધી ચાલ્યો હતો. આક્રમક બેટિંગ જોઈને કેપ્ટન વિલિયમસન છઠ્ઠી ઓવરમાં સ્પિનર મિચેલ સેન્ટનરને લાવ્યો, સેન્ટનરે 11 રનની ઓવર આપી. ટ્રેન્ટ બોલ્ટે રોહિતને શોર્ટ લેન્થ બોલ પુલ કરવા માટે ઉશ્કેર્યો, પરંતુ રોહિતે તેને બાઉન્ડ્રીમાં ફેરવી દીધો. નવમી ઓવરમાં રોહિત શર્માએ ટિમ સાઉથીની સામે મોટો શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેણે 29 બોલમાં 47 રનની ઇનિંગ રમી અને ગિલ સાથે 71 રનની ભાગીદારી કરી. પાવરપ્લેમાં ભારતે સ્કોરબોર્ડમાં 84 રન ઉમેર્યા હતા.
ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલ મેચના ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ…
ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં ચાર વખત ટૉસ જીત્યો, ટારેય મેચ જીતી
આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ 4 વખત ટોસ જીત્યા બાદ બેટિંગ કરી છે અને ચારેય મેચમાં એકતરફી જીત નોંધાવી છે. ભારતે ઇંગ્લેન્ડને 100 રને, શ્રીલંકાને 302 રને, સાઉથ આફ્રિકાને 243 રને અને નેધરલેન્ડ્સને 160 રને હરાવ્યું હતું.